Abtak Media Google News

ફોરેન્સિક પી.એમ રિપોર્ટમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી અજાણ્યા યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલતા પોલીસમાં દોડધામ

જામકંડોરણામાં ત્રણ દિવસ પૂર્વે ભાદર નદી માંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ અને ફાયર નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તેના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આજે તેના રિપોર્ટમાં અજાણ્યા યુવાનની કોઈએ તીક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાનું ખુલતા પોલીસે મૃતકની ઓળખ મેળવાની અને હત્યારાની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી વિગતો મુજબ ગત તા.26/03 ના રોજ જામકંડોરણામાં ભાદર નદીના કાંઠે એક અજાણ્યા યુવાનની લાશ મળ્યા હોવાની માહિતી જામકંડોરણાના પી.એસ.આઇ વી.એમ.ડોડીયાને મળતા ફાયર બિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અજાણ્યા પુરુષની લાશ જોતા ગળાના ભાગે કાપો પડી ગયા હોવાનું અને માથામાં ઇજાના નિશાન જોવા મળતા તેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ફોરેન્સિક રિપોર્ટમાં આજે તે અજાણ્યા યુવકને માંથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી હતી જેથી હાલ જામકંડોરણા પોલીસે અજાણ્યા યુવાન સામે હત્યાની કલમનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.