Abtak Media Google News
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભામાં દોઢ લાખથી વધુની મેદની ઉમટી પડશે: પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને અપાતો આખરી ઓપ: પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાનું નિરીક્ષણ
  • દોઢ લાખથી વધુ લોકોને ભાવતા ભોજનીયા પીરસાશે: લોકોમાં સ્વયંભુ જબ્બર ઉત્સાહ

વૈશ્વિક લીડર ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લા બે દિવસથી માદરે વતન ગુજરાતની મુલાકાતે છે.આજે બપોર બાદ તેઓની સૌરાષ્ટ્રની બે દિવસની મુલાકાતનો આરંભ થશે.તેઓ આવતીકાલે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે એક જંગી જાહેર સભા સંબોધવાના છે.પીએમને ઉમળકાભેર આવકારવા સૌરાષ્ટ્રની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Img 20221010 Wa0024

રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની જાહેર સભામાં સૌરાષ્ટ્રભરમાંથી આશરે દોઢ લાખથી પણ વધુની મેદની પડશે.આજે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યારે જયેશ રાદડિયા અને ભાજપ અગ્રણીઓએ જાહેર સભા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. પત્રકાર સાથેની વાતચીત દરમિયાન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે જામકંડોણા જેવા એક નાના ગામમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાહેર સભા સંબોધવા માટે આવી રહ્યા હોય માત્ર જામકંડોરણા જ નહીં પરંતુ સમગ્ર રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રની જનતામાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળે રહી છે.

Img 20221010 Wa0015

વડાપ્રધાનની જાહેર સભામાં આશરે દોઢ લાખથી પણ વધુની મેદની ઉમટી પડે તેવી પ્રબળ સંભાવના છે.તમામ લોકો માટે જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે જામકંડોરણા ખાતેની આવતીકાલની વડાપ્રધાનની જાહેર સભા ભાજપના કાર્યકરો માટે ઉત્સાહવર્ધક બની રહેશે આ કોઈ શક્તિ પ્રદર્શન નથી પરંતુ પક્ષનો કાર્યક્રમ છે જ્યારે વડાપ્રધાન જાહેરસભા માટે આવતા હોય ત્યારે ભાજપના એક એક કાર્યકરમાં સ્વયંભૂ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Img 20221010 Wa0064

લોકલાડીલા પ્રધાનમંત્રીને આવકારવા માટે જામકંડોરણા સર્ચ થઈ ગયું છે દરમિયાન પોલીસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જામકંડોરણા ખાતે વડાપ્રધાનની જાહેર સભાને લઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આજે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી વડાપ્રધાનના રૂપ પર કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની આવકારવા માટે છેલ્લા ઘણા દિવસથી જામકંડોણામાં તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલની નરેન્દ્રભાઈ મોદીની સભાને ઐતિહાસિક બનાવવા માટે જિલ્લા ભાજપના કાર્યકરો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યા છે.

Img 20221010 Wa0090

4 અલગ અલગ હેલિપેડ તૈયાર

વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવતાં હોવાથી ખાસ હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં વડાપ્રધાનના 3 અને મુખ્યમંત્રીનું 1 મળી કુલ 4 અલગ અલગ હેલિપેડ સભા સ્થળથી નજીકના વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યાં છે.

Img 20221010 Wa0086

જામકંડોરાણામાં વડાપ્રધાનની જાહેરસભા સંદર્ભે ભારે વાહનો માટે રૂટ ડાયવર્ટ કરાયા

કાલે સવારે 6 થી બપોરે 3 વાગ્યા સુધી તમામ ભારે વાહનોના ચાલકોએ ડાયવર્ટ કરાયેલા રૂટ પર વાહન ચલાવવાનું રહેશે: જિલ્લા કલેકટરનું જાહેરનામું

Img 20221010 Wa0092

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 11 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  આ કાર્યક્રમ દરમ્યાન જુનાગઢ-જામનગર આંતર જિલ્લા તરફ જતા સ્ટેટ નેશનલ હાઈવે રોડ ઉપર બહોળા પ્રમણમાં જનમેદની એકત્ર થવાની શકયતાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અરૂણ મહેશ બાબુએ માલવાહક વાહનો, મોટા વાહનો, કોમર્શીયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર બસો, એસ.ટી. બસ સિવાયના)ને રૂટ પ્રમાણે  ડાયવર્ટ કરવાના હુકમો જારી કર્યા છે. જુનાગઢથી

કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ધોરાજી ચોકડીથી સુપેડી-ઝાંઝમેર-સોડવડર-જામટીમ્બડી-ચીત્રાવડ-જામદાદર ગામ થઇને જઇ શકશે. અને જામદાદર ગામથી કાલાવડ-જામનગર હાઈવે રોડથી કાલાવડ-જામનગર તરફ જવા માટે તેમજ જામનગર-કાલાવડથી ધોરાજી-જુનાગઢ તરફ જવા માટે જામદાદર ગામના પાટીયાથી જામદાદર ગામ-ચિત્રાવડ-જામટીમ્બડી-સોડવદર-ઝાંઝમેર-સુપેડી-ધોરાજી બાયપાસ થઈ ધોરાજી-જુનાગઢ રોડ તરફ ચલાવવાના રહેશે.

Img 20221010 Wa0088

આ ઉપરાંત, ગોંડલથી કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામથી ગરનાળા ગામના પાટીયા (ગંગોત્રી પેટ્રોલપંપ)થી ગરનાળા ગામ અને ગરનાળા ગામથી બેટાવડ-ખડવંથલી-આંબરડી-તરકાસર ગામના પાટીયાથી માલજીભી પીપળીયા પાટીયુ-વાવડી-સાતોદરથી કાલાવડ-જામનગર હાઈવે રોડ બાજુ ચલાવવા તેમજ જામનગર-કાલાવડથી ગોંડલ જવા માટે સાતોદ-વાવડી-માલજીભી પીપળીયા પાટીયુ-તરકાસર ગામના પાટીયાથી આંબરડી-ખડવંથલી-બેટાવડ ગરનાળા ગામ-ગરનાળા પાટીયુ ગોંડલ રોડે થઈ ગોંડલ તરફ જવા માટે ચલાવવાના રહેશે.

આ હુકમો તા. 11/10/2022ના રોજ સવારે 06-00 કલાકથી બપોરે 15-00 કલાક સુધી અમલી રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.

Img 20221010 Wa0012

ભોજનની ખાસ વ્યવસ્થા, 200થી વધુ કાઉન્ટર

 

ભોજન વ્યવસ્થા અંગે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીની સભામાં કુલ દોઢ લાખ માણસો આવશે. આ તમામ લોકો માટે સભા બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ ભોજન વ્યવસ્થા કરી 200 જેટલાં કાઉન્ટર પર ભોજન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. ભોજનમાં ચોખ્ખા ઘીનો બનેલો મોહનથાળ, ગાંઠિયા, બે શાક, દાળ ભાત, રોટલી, પૂરી, છાશ, સલાડ બનાવવામાં આવશે. આ દોઢ લાખ લોકોનું જમવાનું તૈયાર કરવામાં કુલ 250 ડબ્બા શુદ્ધ ઘીમાંથી 18 ટન મોહનથાળ તૈયાર કરવામાં આવશે. જ્યારે 6 ટન ગાંઠિયા અને 13 ટન રોટલી બનાવવામાં આવશે, સાથે જ 4 ટેન્કર છાશ અને લાખો લિટર પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.