Abtak Media Google News

વિશ્વમાં જો સ્વર્ગ ક્યાંય હોય તો તે કાશ્મીરમાં હોવાનું કહેવાય છે… અલબત કોઈની નજર લાગી ગઈ હોય તેમ કાશ્મીરમાંથી આતંકવાદના ઓછાયા દૂર થતાં નથી. આતંકીઓએ કાશ્મીરની શાંતિને નર્ક બનાવી દીધી છે. શુક્રવારે સુરક્ષા દળોએ હાથ ધરેલા બે અલગ અલગ એન્કાઉન્ટરમાં અંસાર ગાજવતુ ઉલ હિન્દના વડા ઈમ્તિયાઝ શાહ સહિતના 7 આતંકીઓને ઠાર માર્યા હતા. શોપીયાન જિલ્લાની જન મહોલ્લાની એક મસ્જિદમાંથી નાસી છુટેલા આતંકીઓ પાછળ સુરક્ષા દળોએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અને અંતે તેમનો ખાત્મો કરી નાખવામાં આવ્યો હતો. આતંકીઓ મસ્જિદના શરણે ચાલ્યા ગયા બાદ સલામતી દળોએ ઈબાદત ગાહની પવિત્રતા જળવાય રહે તે માટે આતંકવાદીઓને મસ્જિદમાંથી બહાર ખદેડવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓનો ભાઈ સ્થાનિક ઈમામની સાથે તેમને શરણાગતિ માટે મનાવવા માટે મસ્જિદમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ સમાધાન થયું નહોતું.

કાશ્મીરમાં શાંતિની સ્થાપના માટે સ્થાનિક યુવાનોને આતંકવાદીઓની ભરતીમાં જતાં અટકાવવા માટે અને યુવાનોને ગુમરાહ કરવા માટે વાપરવામાં આવતા ઓજીડબલ્યુ સોશિયલ મીડિયા નેટવર્કને બંધ કરી દીધા બાદ શરણાગતિની તક આપવામાં આવે છે અને તેમાં ના પાડે તો તેમને ઠાર મારવામાં આવે છે. કાશ્મીરમાં એક નવો જ પરિવર્તનનો યુગ શરૂ થયો છે. કાશ્મીરના યુવાનોને ખાસ કરીને દક્ષિણ કાશ્મીર અને મધ્ય કાશ્મીરમાં અલગતાવાદી તત્વો પોતાની કળા કરી રહ્યાં છે અને યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યાં છે. તેમની સામે કાર્યવાહીની જરૂર હોવાનું કાશ્મીરના લેફટનન જનરલ વિજય કુમારે જણાવ્યું હતું. કેટલાંક માતા-પિતા કે જેમના બાળકો આતંકવાદી બની ગયા છે. તેઓએ સેનાને પોતાના બાળકો પાછા લાવવા અને જેલમાં બંધ કરવાની જરૂર હોય તો પણ તેમના બાળકોના પુન: વસન માટેની વિનંતી કરી રહ્યાં છે. આ વર્ષે સ્થાનિક આતંકવાદનો ગ્રાફ અંગે ઘણો સુધારો આવ્યો છે. ડીઆઈજી વિજયકુમારે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં બે અલગ અલગ પ્રકારની બંધૂકની લડાઈ ચાલી રહી છે.

શોપીયાન ઓપરેશનમાં અમારે ખુબજ ધીરજ રાખવી પડી હતી. અમે સ્થાનિક મસ્જિદના મૌલવીને મંજૂરી આપીને આતંકવાદીઓને શરણાગતિ માટે બે વાર પ્રયાસ કરાવ્યો હતો. જે આતંકી છુપાયો હતો તેના ભાઈને પણ સમજાવવા લવાયો હતો. પરંતુ આતંકવાદીઓ શરણાગતિ માટે તૈયાર થયા ન હતા અને ટીયરગેસથી ઘેરાયેલા પાંચ આતંકીઓને અંતે ગોળીએ વિંધાવું પડ્યું હતું. એજીએફ ચીફ ઈમ્તિયાઝ શાહ સહિતના બે આતંકીઓ ગ્રેનેડ હુમલા બાદ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા અને કાલના નોબાબા વિસ્તારમાં છુપાઈ ગયા હતા. સુરક્ષા જવાનોએ વહેલી સવારે ઈમ્તિયાઝ અને તેના સાથીનું એન્કાઉન્ટર કર્યું હતું. સાત હત્યાનો જેના પર આરોપ છે તેવા આતંકીઓ પાસેથી 7 એકે એસોલ્ટ રાઈફલ, 2 પિસ્તોલ મળી આવી હતી. શોપીયાનમાં ઠાર કરાયેલા આતંકી મુઝામીલ તાંત્રી જે 2019માં આતંકી બન્યો હતો. 2019માં શસ્ત્રો ઉપાડનાર આદીલોન, યુનુસ મહમદ અને બસીત બટનું એન્કાઉન્ટર થયું હતું. ઓપરેશન દરમિયાન એક અધિકારી સહિત 4 સૈનિકો ઘાયલ થયાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.