Abtak Media Google News

ભારત હવે વિશ્વ સાથે કદમ મિલાવીને ચાલે છે. જે સાધનો, સુવિધાઓ દુનિયા પાસે છે, તેનાથી એક સ્ટેપ ઉંચી ટેક્નોલોજી ભારત દરેક ક્ષેત્રમાં વિક્શાવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો રેલવે પ્રોજેકટ પર કામ ચાલુ હતું. તે પ્રોજેક્ટ અંગે વાત કરીયે તો, જમ્મુ-કાશ્મીરના ચિનાબ નદી પર વિશ્વની સૌથી વધુ ઉંચાઈ વારો રેલવે આર્ક બ્રિજ બને છે. તે રેલવે પુલનું નિર્માણ કામ આજે પૂર્ણ થશે.

ભારતીય રેલવેએ એક નવો ઇતિહાસ રચ્યો

ચિનાબ નદી પર બનતી રેલવે આર્ક બ્રિજ, વિશ્વની સૌથી મોટો ઊંચો રેલવે બ્રિજ છે. સોમવારે આ બ્રિજની સૌથી ઉપરના ભાગમાં 5.30 મીટરની મેટલ લગાવી પુલને સંપૂર્ણ કરશે. આ સાથે ભારત વિશ્વમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભારતીય રેલવેએ એક નવો ઈતિહાસ રચશે.

આવો જાણીયે ‘રેલવે આર્ક બ્રિજ’ની શું છે વિશેષતા

કશ્મિરના ચિનાબ નદી પર આ આઇકોનિક રેલવે આર્ક બ્રિજની લંબાઈ 1315 ચોરસ છે. નદીના તળિયેથી જો ઊંચાઈ માપીએ તો 359 મીટર છે. બ્રિજની એક બાજુના પિલરની ઊંચાઈ 131 મીટર છે, જે કુતુબમિનારની ઉંચાઈ કરતા પણ વધુ છે.

આપડો આઇકોનિક રેલવે આર્ક બ્રિજ દુનિયામાં ફેમસ એવા પેરિસના એફિલ ટાવરની ઉંચાઈ કરતા 35 મીટર વધુ ઉંચો છે

સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જાયે તો, આ પુલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું કે જ્યાં ઓનલાઈન દેખરેખ રાખી શકાય. આ સાથે રોપ-વે લિફ્ટની સુવિધા અને સાથે સેન્સર રાખવામાં આવ્યું છે. આ બધી સિસ્ટમથી પુલમાં કોઈ પણ ખરાબી આવે તો થોડી જ ક્ષણોમાં ખબર પડી જાય.

આ પુલનો આકાર અર્ધ ચંદ્રકાર જેવો છે, જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં એક મિસાલ છે. આ પુલ પર 100 કિમીની રફ્તારથી ટ્રેન પસાર થઈ શકશે.

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે માર્ચમાં ટ્વીટ કરીને આ રેલ્વે પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી.

 


આ પુલનું નિર્માણ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ્વે લિંક પ્રોજેક્ટ અંતર્ગત થયું છે. આ પુલ પાછળ રેલવે સરકારનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, કાશ્મીરને રેલવે સેવા દ્વારા બીજા શહેરો અને રાજ્યો સાથે જોડવામાં આવે. ચિનાબ નદી પર બનેલા આ પુલનો ખર્ચ 1400 કરોડ રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.