Abtak Media Google News

તુટેલા ડસ્ટબીન બદલાવી 400થી વધુ નવા નકોર ડસ્ટબીન લગાવાશે

શહેરના ગુલાબનગર રોડ પર મનપાની સાઇટ ખાતે આડેધડ ખડકાય ગયેલા બીનઉપયોગી ડસ્ટબીનને લીધે ગંદકી અને બેફામ મચ્છર ઉત્પતી થતી હોય આ ઉપરાંત શહેરની શોભાને પણ દાગ લાગી રહ્યો છે. આ અંગે જેથી તંત્ર દ્વારા જામનગરના અનેક સ્થળોએ તુટેલા ડસ્ટબીન બદલી નવા ડસ્ટબીન મુકવા નિર્ણય લેવાયો છે.

મહાનગરપાલિકામાં આવેલ અનેક વિસ્તારોને ચોખ્ખા ચણક કરી કચરો ડસ્ટબીનમાં નાખવા અંગે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા અનેક સ્થળે મોટા ડસ્ટબીન મુકવામાં આવ્યા હતાં. જેમાંથી મોટાભાગના બીન ઉપયોગી અને ભંગાર હાલતમાં થતાં આ ડસ્ટબીનને શહેરના ગુલાબનગર રોડ ઉપર આવેલ રાજપાર્ક સામે જામ્યુકોની સાઇટ પર આડેધડ રાખવામાં આવ્યા છે.

જેથી આડેધડ ઠાલવવામાં આવેલ આ ડસ્ટબીન જાણે મચ્છર ઉત્પતી અને કચરાનું ઘર બન્યા હોય તેમ આ સ્થળે બેફામ ગંદકી અને ડસ્ટબીન નડતરરૂપ સાબીત થઇ રહ્યા છે. આ ડસ્ટબીનના નિકાલ અંગે મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી દિપક શિંગાળાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શહેરમાં જેટલા સ્થળે તુટેલી હાલતમાં ડસ્ટબીનો છે તે તમામ તથા ભંગાર હાલતમાં સાઇટ પર સડતા ડસ્ટબીનોનો નિકાલ કરવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આગામી દોઢથી બે માસ જેટલા સમયગાળા દરમિયાન આ ભંગાર હાલતમાં રહેલા ડસ્ટબીન નો નિકાલ કરી તેના સ્થળે 400થી 450 જેટલા નવા નકોર ડસ્ટબીન મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.