જામનગર : મેઘપરમાં 2 કિલો ગાંજા સાથે યુપીનો શખ્સ ઝડપાયો

એસ.ઓ.જી ટીમે રૂ.1.92 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના સપ્લાયરની કરી શોધખોળ

જામનગર એસ.ઓ.જી ટીમને મોટી સફળતા મળી છે.સુરતથી ગાંજો લઈ જામનગર સપ્લાય કરવા માટે નીકળેલા શખ્સની મેઘપરમાં ભાડાના મકાનમાંથી પરપ્રાંતિય શખસને એસઓજીએ 2 કીલો ગાંજા સાથે ઝડપી લઈને રૂા.1.92 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જેમાં સુરતના શખ્સે ડ્રગ્સ આપ્યા હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

વિગતો મુજબ લાલપુર તાલુકાના મેઘપર ગામ યાદવ હોટલ પાસે કલ્પેશભાઈના મકાનમાં ભાડે રહેતો યુ.પી.નો પ્રેમચંદ્ર બિજનાથ ચૌહાણ નામના શખસે ગાંજાનો માતબર જથ્થો આયાત કરીને પોતાના ભાડાના રહેણાંક રાખીને વેચાણ કરતો હોવાની એસઓજીને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ કે. જે.ભોયેની સુચનાથી પીએસઆઈ એ.એસ.ગરચરે સ્ટાફના અરજણભાઈ, રમેશભાઈ, મયુદીનભાઈ, શોભરાજસિંહ, રાયદેભાઈ સહિતનાએ દરોડો પાડ્યો હતો અને મકાનની તલાસી લેતાં તેમાંથી રૂા.20 હજારની કિંમતનો 2 કીલો ગાંજો મળી આવતાં તેની ધરપકડ કરી હતી અને તેના કબ્જામાંથી અન્ય મુદામાલ સહિત રૂા.1,92,500નો મુદામાલ કબ્જે કર્યો છે. તેની પ્રાથમિક પુછપરછમાં આ ગાંજાનો જથ્થો સુરતના મહેશ નામના શખસ પાસેથી લઈ આવ્યો હતો અને મેઘપરના એક જગજીતસીંગ નામના શખસને આપવાનું હોવાનું જણાવ્યું હતું. જે અંગેનો મેઘપર પોલીસે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો નોંધીને આરોપીને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.