જામનગર: બેડ ગામની નદીમાં ઝંપલાવી વિદ્યાર્થીનીનો આપઘાત

0
22

માતાના ઠપકાથી માઠુ લાગતા જીવનનો અંત આણ્યો  

ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામની નદીમાંથી ઝંપલાવી જામનગરની વિદ્યાર્થીનીએ જીવતરનો અંત આણ્યો છે. જમવા બાબતે માતાએ આપેલા ઠપકાથી લાગી આવતા તેણીએ ઘરેથી નીકળી નદીમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે.જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ શહેરના એરફોર્સ-1 રોડ પર આવેલ ડીફેન્સ કોલોનીમાં ગાયત્રી મંદિરવાળી શેરીમાં રહેતા રમેશભાઇ ઓડીચની 22 વર્ષીય પુત્રી સપના ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે ખંભાળિયા રોડ પરના બેડ ગામે આવેલ નદીમાં પડતુ મુકી આપઘાત કરી લીધો છે.

આ બનાવ અંગે મૃતકના ભાઇ વિશાલે જાણ કરતા સિક્કા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના ભાઇએ આ બનાવ અંગે સિક્કા પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં મૃતક જીદી સ્વભાવના હોવાનું અને ધાર્યુ કરતા હોવાનો ઉલ્લેખ કરી થોડા સમયથી તાવ આવતો હોય જેની દવા ચાલુ હતી. પરંતુ તેણીની જમતી ન હોવાથી માતાએ તેને ઠપકો આપ્યો હતો. જેને લઇને તેને માઠુ લાગી જતા ઘર છોડી બેડની નદીમાં ઝંપલાવ્યુ હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here