Abtak Media Google News

એક જ પરિક્ષાનું બે વખત રીઝલ્ટ જાહેર થતાં ઉહાપોહ: ભૂલ થઇતી એ ભૂલને સુધારી હોવાનું રટણ કરતા ડે.મ્યુનિ.કમિશ્નર

 

અબતક, જામનગર

અણધડ વહિવટ, એકને ગોળ બીજાને પોળ, કૌભાંડ…? સહિતના મુદાઓને લઇ છાશવારે ચમકતી રહી છે અને આવા મુદાઓમાં વધુ એક મુદો પરિક્ષા એક પરંતુ તેનું પરિણામ બે વખત જાહેરથતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી માહીતી પ્રમાણે જામનગર મહાનગર પાલિકા દ્વારા લેબ. ટેકનીશીયન અંગે પરીક્ષા એક પરંતુ તેનું પરિણામ બે વખત જાહેર થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હોવાનું જાણવા મળે છે.જાણવા મળતી માહીતી પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા લેબ. ટેકનિશીયન અંગે પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણા (રીઝલ્ટ) બે વખત જાહેર કરવામાં આવતા મળતીયાઓને ગોઠવવા અંગે આમ કર્યુ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.આ અંગે કે મ્યુનિ. કમિશ્નરને જાણ કરતાં તેઓએ ભુલ હતી એટલે ભુલને સુધારવા બે વખત રીઝલ્ટ જાહેર કરવાનું રટણ કર્યુ હતું. મોટાભાગે  આવા પ્રકરણોમાં ભુલ કરવા ટેવાયેલ મહાપાલિકા દ્વારા લેવાયેલ લેબ ટેકનિશીયનની પરીક્ષામાં પરિક્ષાર્થીઓને પાંચ-પાંચ માર્કસ વધારી દેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચા છે જેથી પરીક્ષાર્થીને જેનો સીધો લાભ આપી દેવામાં આવ્યો છે.ભુલ હતી એટલે ભુલ સુધારી દેવાઇનું રટણ કરતા પાલિકાના અધિકારીએ પણ જણાવવું જરુરી છે કે ભૂલ કોની હતી પરિક્ષા લેનાર એજન્સીની કે મહાપાલિકાની..? ખરેખર તો આમ કરવાનું કારણ મળતીયાઓને ગોઠવવા માટે બે વખત રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હોય  તેવું લાગે તે સ્વાભાવિક છે.

જામનગર મહાપાલિકા દ્વારા લેબ ટેકનીશિયનની જગ્યા માટે તૈયાર જગ્યાઓ નકિક કરવામાં આવી હતી. આ જાહેરાતના પગલે અનેક યુવક-યુવતિઓએ આ જગ્યા માટે અરજીઓ કરી હતી. જેની લેખીત પરિક્ષા જુન મહિનામાં લેવાઇ હતી. અને તેનું પરિણામ 18 ઓગષ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ પ્રમાણે મેરીટ કરવાનું થાય તે સ્વાભાવિક છે પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે આ ભરતીમાં કંઇક  રંધાઇ રહ્યું હોય તેમ બીજુ પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. આ રિઝલ્ટથી અમુક ચોકકસ વિઘાર્થીઓને જુના રીઝલ્ટ કરતાં પાંચ માર્કસ વધારે મળ્યા હોવાનું ચોરે અને ચોટે ચર્ચાઇ રહ્યું છે ત્યારે એક એવો પ્રશ્ર્ન પણ થાય કે જો માર્કસ મુકવાના જ ન હતા તો પ્રશ્ર્ન શા માટે…? અને પ્રશ્ર્નો ત્રણ જ હતા તો પાંચ કેવી રીતે વધી ગયા…? ભૂલ એવી તો શું થઇ કે બે વખત રીઝલ્ટ જાહેર કરવાની ફરજ પડી, આ બધી બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સતય બહાર આવવા ઉપરાંત કંઇકના તપેલા ચડી જાય તેવું પણ અમુક પરિક્ષાર્થીઓનું માનવું છે…. આ બાબતે જરુરી ન્યાય મેળવવા નોકરી વાંચ્છુઓ રાહ જોઇ બેઠા છે….!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.