જામનગર: વકીલ મંડળ દ્વારા ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઓક્સિજન સહિતની સુવિધા સાથે નિ:શુલ્ક સેવા શરૂ

0
100

શહેરના વકીલો અને તેના પરીવાર માટે બાર એસોસીએશન વકીલ મંડળ દ્વારા 24કલાક  ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઓક્સિજન સહિતની સુવિધા સાથે નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે. જામનગર બાર એસોસીએશન ના વકીલ તથા તેના પરિવારજનો માટે ઓક્સિજન તથા પેરામેડિકલ સ્ટાફ સાથેની એમ્બુલન્સ 24કલાક શરૂ કરાઇ છે.

વકીલ તેના પરિવારના સભ્યોની ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સ સીટી લિમિટમાં હોસ્પિટલમાં દાખલ થવાનું હશે તો પણ ઘરે પહોંચી જશે અને ઓક્સિજન સાથેની સેવા સદન નિ:શુલ્ક અપાશે. વકીલ મિત્ર મંડળ તમામ વકીલ સાથે છે અને કાર્યમાં વકીલ મંડળના સભ્ય મિલન પારેખ, આરીફ ગોદર આ પ્રવૃત્તિમાં જોડાયા છે અને અન્ય કોઈ સેવાભાવી સભ્ય આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માંગતા હોય તો મેસેજ કરવા અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે હેમલભાઈ ચોટાઈ 8849698274 તથા રાજેશ ગોસાઈ 9825087758 નો સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here