જામનગર, ભાવનગર અને જૂનાગઢના લોકોને ‘ખુશ’ કરશે રેડિયો મિર્ચી

RADIO MIRCHI
RADIO MIRCHI

એફ.એમ.ની હરરાજીમાં રેડિયો મીર્ચીએ રૂ.૫૧.૩ કરોડના ખર્ચે ૨૧ નવી ફિકવેન્સી હસ્તગત કરી.

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ધુમ મચાવ્યા બાદ હવે રેડિયો મીર્ચી ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં લોકોને ખુશ કરવા જઈ રહ્યું છે. એન્ટરટેઈન્મેન્ટ, નેટવર્ક ઈન્ડિયાના હેઠળ ચાલતી પ્રતિષ્ઠિત એફ.એમ. બ્રાન્ડ રેડિયો મીર્ચીએ ૨૧ નવી ફીકવેન્સી ખરીદી છે. એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક ઈન્ડિયા ટાઈમ્સ સમૂહનો હિસ્સો છે. એફ.એમ. રેડિયો ઓકસનના ત્રીજા તબકકામાં આ સમૂહ રૂ.૫૧.૩ કરોડમાં અકોલા, અમરાવતી, ભ‚ચ, ભાવનગર, દુર્ગ, જામનગર, ઝાંસી, જૂનાગઢ, મૈસુર, પોંડીચેરી, શીલીગુડી, ઉજ્જૈન અને વારંગલ સહિતના શહેરો માટે નવી ફિકવેન્સી હસ્તગત કરી છે. આ તમામ ફ્રેન્ચાઈઝી વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કાર્યરત ઈ જશે. હાલ ૪૩ શહેરોમાં રેડિયો મીર્ચી લોકોને ડોલાવે છે. આ શહેરોની સંખ્યા થોડા સમયમાં ૬૪ સુધી પહોંચી જશે.

એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક ઈન્ડિયાના સીઈઓ પ્રશાંત પાંડેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બીજા તબકકાના ઓકશન અંગે અમે ખુબજ ઉત્સાહીત છીએ. નવા ૨૧ શહેરોમાં અમારો પ્રવેશ અમને દેશના સૌથી સશકત રેડિયો માર્કેટમાં નવો ઉત્સાહ આપશે. આ સફળતા બાદ હવે અમારી પાસે ૬૪ શહેરોમાં ૭૪ ફિકવેન્સી છે. અમે ભવિષ્યમાં અમારી પાંખો વિસ્તારીશું.

ત્રીજા તબકકાના ઓકશનનો બીજો ભાગ તા.૨૬ ઓકટોબરી તા.૧૪ ડિસેમ્બર દરમિયાન હતો. જેમાં ૯૨ શહેરોમાં માટે ૨૬૬ ફિકવન્સી આપવાની હતી. જો કે, ૪૮ શહેરોમાં ૬૬ ફિકવન્સી જ ઓકશન થઈ હતી. બીજા ભાગમાંથી સરકારને રૂ.૨૦૨ કરોડની આવક ઈ છે. પ્રથમ તબકકામાં રૂ.૧૧૬૦ કરોડની આવક સરકારને ઈ હતી.

પ્રથમ તબકકામાં ૨૮ કંપનીઓએ ભાગ લીધો હતો. ત્યારે ઓકશનના આ ત્રીજા તબકકામાં માત્ર ૧૪ કંપનીઓએ રસ દાખવ્યો હતો. ડી.બી.કોર્પ, એચ.ટી.મીડિયા, રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્ક સહિતનાએ આ ઓકશનમાં રસ દાખવ્યો ન હતો. જયારે સાઉ એશિયા એફ.એમ., કાલ રેડિયો, મલાયલા મનોરમા, માતૃભૂમિ પ્રિન્ટીગ એન્ડ પબ્લિસીંગ, સંભવ મીડિયા સહિતની કંપનીઓએ આ ઓકશનમાં ભાગ લીધો હોવાનું જાણવા મળે છે. આગામી સમયમાં સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર અને જૂનાગઢને રેડિયો મીર્ચીનો લાભ મળશે.

બિલ્ડિંગ કે દીવાલોનો ઉપયોગ જાહેરાત માટે રાજકીય પક્ષો કરી શકશે નહીં. ઙજઞ એટલે કે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગવાળી જગ્યામાં રાજકીય પક્ષોની જાહેરાતો નહીં કરી શકાય. આવા હોર્ડિંગ્સ ઉપર કોઈપણ રાજકીય જાહેરખબર કરી શકાશે નહીં.

રાજકીય પક્ષોની કેમ્પેઈન ઓફિસ એટલે કે પ્રચાર કાર્યાલયો માટે પણ નિયમો જાહેર કરાયાં છે. કોઈની મિલ્કતમાં દબાણ વગર અને મંજૂરી સાથે જ પ્રચાર કાર્યાલય ખોલી શકાશે. કાર્યાલય ઉપર પક્ષના સિમ્બોલ સાથેનું 4X8ફૂટનું એક બેનર જ લગાવી શકાશે.

અમદાવાદમાં પાટીદારોની સભામાં હાર્દિકનું ભાષણ, મહેસાણામાં યુવા ભાજપ પ્રમુખનો રોડ-શો આમ તો સીધી રીતે ચૂંટણી પ્રક્રિયાનો ભાગ નથી. પણ, ચૂંટણી પહેલાંની તૈયારીઓના ભાગરૂપે ચાલી રહેલી ગતિવિધીઓની શું અસર પડે છે/ તેના ઉપર પોલીસની નજર હોય છે. આવા કાર્યક્રમોમાં હાજર રહેતા અનુભવી પોલીસ કર્મચારીઓ ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ સર્જાનારી સંભવિત સ્થિતિનું એસેસમેન્ટ કરતાં હોય છે. આવા કાર્યક્રમોનો ડેઈલી રિપોર્ટ ઉપર સુધી પહોંચતો હોય છે. ચૂંટણી જાહેર થતાં પોલીસ સહિતના સરકારી તંત્ર નિષ્પક્ષ કાર્યવાહી માટે સીધા ચૂંટણી પંચના તાબામાં આવી જાય છે. આ સંજોગોમાં પોલીસ અત્યારથી જ સ્થિતિ જાણવા કવાયત કરતી હોય છે.

ગુજરાતમાં ઉ ગેન્ગ દ્વારા સોપારી અપાઈ, ગુજરાતમાં ઈંજઈંજનો પગપેસારો હોય કે હુક્કાબાર ચાલુ હોવાની ઘટનાઓ. રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિનો ચિતાર આપવા માટે આવી ઘટનાઓ ચૂંટણી પહેલાં મહત્વની પૂરવાર થતી હોય છે. ઉ ગેન્ગ અને ઈંજઈંજના ઘટનાક્રમથી અનેક લોકો ચૂંટણી વહેલી આવશે તેવો તાગ લગાવવા લાગ્યાં છે. ચર્ચા તો એવી છે કે, હાર્દિક પટેલનું ગુજરાતમાં પુનરાગમન થઈ ગયું છે અને અઅઙ હવે સક્રિય થશે. યુ.પી.માં ભાજપને ધારી સફળતા નહીં મળે તો ડેમેજ ક્ધટ્રોલ માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઈ શકે છે. જો કે, ચૂંટણી પંચ આવી ધારણાઓને બદલે ગુજરાતમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવા તંત્રને તૈયાર કરી રહ્યું છે. જો સમયાનુસાર જ ચૂંટણી યોજાશે તો ડિસેમ્બરમાં મતદાન થઈ શકે છે.