Abtak Media Google News

કૂવામાં ડૂબતી બહેનને ભાઈ દોરી બાંધી બચાવવા ગયો દોરી તૂટતાં બંને કાળનો કોળિયો બન્યો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે કુવામાં અકસ્માતે પગ લપસતા પડેલી યુવતીને બચાવવા જતાં યુવાનનું પણ મોત થતાં ભારે અરેરાટી મચી જવા પામી છે, પોલીસે આ અંગે નોંધ કરી બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે ગામમાં અરેરાટી ફેલાઇ જવા પામી છે.

લાલપુર તાલુકાના મોડપર ગામની વાડી વિસ્તારમાં બપોરના સુમારે ભારતીબેન જીવાભાઇ કરમુર (ઉ.વ.20) નામની યુવતીનો પગ અકસ્માતે લપસતા તે કુવામાં ખાબકી હતી ત્યાં હાજર રહેલ નકુલ નથુભાઇ કરમુર (ઉ.વ.17) નામનો યુવાન પણ તેની પાછળ તેણીને બચાવવા માટે કુવામાં કુદયો હતો પરંતુ બન્ને બચી શકયા ન હતાં અને ડુબી જવાથી મૃત્યુ થયું હતું. યુવતીને સિકકા આરોગ્ય કેન્દ્ર તેમજ યુવકને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં તેમના મૃત્યુની જાણ થતાં મેઘપર પડાણા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.