Abtak Media Google News

વેરાની 23.77 કરોડ, પાણીવેરાની 4.24 કરોડની આવકકુલ 63224 લાભાર્થીએ રૂ.1,88,75,000 વળતર મેળવ્યું

મહાનગરપાલિકાની વેરા વળતર યોજનાનો આજે છેલ્લો દિવસ છે. સોમવારથી બાકીદારો સામે મનપા ઝુંબેશ શરૂ કરશે. રીબેટ યોજના અંતર્ગત મનપાને અત્યાર સુધીમાં મનપાને મિલકત વેરાની 23.77 કરોડ, પાણીવેરાની 4.24 કરોડની આવક થઇ છે. 63224 લોકોને રૂ.1.88 કરોડનું વળતર ચૂકવાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા પર વળતર યોજના શરૂ કરાઇ છે.

ગત તા.17 મે થી શરૂ કરેલી યોજના 31 જુલાઇ સુધી લંબાવામાં આવી હતી. શનિવારે યોજનાનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં મિલકત વેરામાં 42473 લાભાર્થીને રૂ.1.55 કરોડ અને વોટરચાર્જમાં 20751 આસામીને રૂ.33.75 લાખનું વળતર અપાયું છે. મનપાને મિલકત વેરાની રૂ.23.77 કરોડ અને પાણીવેરાની રૂ.4.24 કરોડ આવક થઇ છે.  રીબેટ યોજનાનો શનિવારે છેલ્લો દિવસ છે. સોમવારથી વેરો ન ભરનાર બાકીદારો સામે ઝુંબેશ શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.