Abtak Media Google News

જામનગરમાં આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સોમૈયા અને પી.એચ.સી. પીઠડ મેડીકલ ઓફિસરના મોનીટરીંગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોડિયા તાલુકાના જામદુધઈ ગામ વિસ્તારમાં આવેલ દુકાનોમાં ”ઘી સિગારેટસ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ એક્ટ” COTPA- 2003 અન્વયે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Jamnagar: Checking was conducted in shops selling tobacco products in Jodia taluka

જેમાં કલમ 4 હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર 1 કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ કલમ 6 (અ) મુજબ 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટો વેચવા, આપવા માટે કે વેચાણ માટે આપવા પર પ્રતિબંધ મુજબ 3 કેસ દાખલ કરાયા હતા. તેમજ કલમ 6 (બ) શૈક્ષણિક સંસ્થાઓની 100 વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ કુલ 4 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રૂપિયા 700 જેટલો દંડ એકત્ર કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ડીસ્ટ્રીકટ એન્ટી ટોબેકો સેલના જિલ્લા કાઉન્સેલર નઝમા હાલા, સામાજિક કાર્યકર્તા ગૌતમ સોંદરવા અને એમ.પી.એચ.એસ. પીઠમલએ ફરજ બજાવી હતી. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.