- જામનગર : રણજીત સાગર રોડ પર આવેલા જીજા ફેશન શોરૂમની બહાર વિશાળ કદનો સ્ક્રીન લગાવી ક્રિકેટ મેચ દર્શાવાયો
- વિશાળ જનમેદનીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની દિલ ધડક ફાઇનલ ક્રિકેટ મેચ નો આનંદ માણી રોમાંચિત થયા
દુબઈમાં રમાયેલા ભારત અને ન્યૂઝીલેન્ડ ની ક્રિકેટ મેચ વચ્ચેના ચેમ્પિયન્સ ટ્રોફી ના ફાઇનલ જંગને જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા એક શોરૂમ ના દ્વારે વિશાળ કદનો સ્ક્રીન ગોઠવીને દર્શકોને માટે જાહેરમાં મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા સહિતના અગ્રણીઓ આ લાઈવ અને દિલ ધડક ફાઇનલ મેચ નો આનંદ માણીને રોમાંચિત થયા હતા.વિશાળ સ્ક્રીન પર લાઇવ ક્રિકેટ મેચ જાહેરમાં જોવા માટે મોટી સંખ્યામાં જન્મદની એકત્ર થઈ હતી, અને ભારતીય બેસ્ટમેનના ચોકકા છક્કા સમયે દર્શકોની ચિચિયારી સાંભળવા મળતી હતી, ઉપરાંત ન્યૂઝીલેન્ડ ના પ્રથમ દાવમાં વિકેટો પડતી ગઈ, ત્યારે પણ દર્શકોનો ભારે રોમાંચ જોવા મળ્યો હતો. અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજા ના અંતિમ વિજયી ચોકકા બાદ સર્વે દર્શકોએ મોટી સંખ્યામાં જીતનો ભવ્ય જશ્ન મનાવ્યો હતો. અને ત્યારબાદ આતશબાજી પણ થઈ હતી.
અહેવાલ : સાગર સંઘાણી