Abtak Media Google News

દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી પરત આવ્યા હતા: કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનની એન્ટ્રીથી તંત્ર દોડતું થયું

ઓમિક્રોન સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જે નેગેટીવ આવ્યા હતા:  આજે ફરીથી તેમના રિપોર્ટ કરાશે: હાલ દર્દીની સ્થિતિ સ્થિર

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ઓમિક્રોન વાયરસને લઈ આરોગ્ય વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી, જય પ્રકાશશિવહરે, રેમ્યા મોહન હાજર છે. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં ગુજરાતમાં પણ ફફાટ ફેલાઇ ગયો હતો. જોકે, આજે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થતાં લોકો ચિંતિત થઈ ગયા છે. ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી થતાં જ  તંત્ર હરકતમાં આવી ગયું છે અને તકેદારી માટેના તમામ પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે.

ઓમીક્રોન રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ જામનગર કલેકટર ડો.સૌરભ પારધીનું નિવેદન સામે આવ્યું છે. જ્યારથી આ વ્યક્તિ આવ્યા ત્યારથી જ તકેદારીના ભાગરૂપે ડેન્ટલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા જે ને,ગેટીવ આવ્યા હતા. આજે  ફરીથી તેમના રીપોર્ટ કરવામાં આવશે. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે.  ક્ધટેમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના ઘર આજુબાજુ માઈક્રો ક્ધટેમેન્ટ પણ સખ્તાઈથી કરવામાં આવશે.

જામનગરના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી દર્દી આવ્યો હતો.  જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. હાલ તો દર્દીને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે તેમજ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે, દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ દર્દી જ્યાં રહેતા હતા ત્યાં સર્વેલન્સની ટીમ મોકલી દેવામાં આવી છે.

આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ

રાજકોટ, જામનગર, ગીર સોમનાથ સહિત રાજ્યમાં 45 કેસ નોંધાયા: ઓમીક્રોનથી ડરશો નહીં

કોરોનાનું નવું વેરિયન્ટ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે તેવું નિષ્ણાંત તબીબો કહી રહ્યા છે ત્યારે શુક્રવારે રાજ્યભરમાં નવા 45 કેસ નોંધાયા છે પરંતુ લોકોએ ડરવાની બિલકુલ જરૂર નથી ફક્ત સાવચેતી રાખવાની જરૂરિયાત છે. હાલ જે રીતે દરરોજ નિષ્ણાંતો અલગ અલગ વાતો કરે છે તેના કારણે પ્રજામાં ભયનો માહોલ વ્યાપ્યો છે અને પરિણામે પ્રજાની સ્થિતિ થ્રી ઇડિયટ્સ ફિલ્મના ચતુરલિંગમ જેવી થઈ છે જેને ફોન કરીને ટ્રાફિક સિગ્નલનું ધ્યાન રાખવા જણાવાય છે પરંતુ તે સિગ્નલનું ધ્યાન નહિ રાખે તો તેનું મોત થઈ શકે છે તેવો ભય બતાવવામાં આવે છે જેના કારણે ચતુરનો જીવ ઉચકાટમાં આવી જાય છે પણ પાછળથી ચતુરને ભાન થાય છે કે, આ બધી વાતો તે જાણે જ છે. તેવી જ પરિસ્થિતિ પ્રજાની થઈ છે જેમણે સતત ભયના ઓથા હેઠળ રાખવામાં આવે છે અને અંતે સાવચેતી રાખવાનું જણાવવામાં આવે છે જે પ્રજા ભલીભાતી જાણે જ છે.

રાજકોટમાં બે સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના ચાર નવા કેસો નોંધાયા છે. ઓમિક્રોન વેરીએન્ટની દહેશત વચ્ચે રાજયમાં કોવિડના કેસો સતત વધી રહ્યા છે. ગુરૂવારે 50 કેસ નોંધાયા બાદ શુક્રવારે 45 કેસો નોંધાયા છે. રાજયમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યાનો આંક 318 ને પાર થઈ ગયો છે. જોકે ગઈકાલે એ પણ વ્યકિતનું કોરોનાથી મોત થયું નથી બીજી તરફ જામગરમાંથી

કોરોનાનાએક દર્દી અને રાજકોટથી બે દર્દીના સેમ્પલ ઓમિક્રોનના વેરીએન્ટ છે કે નહી તેની ખરાઈ માટે પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજયમાં શુક્રવારે કોરોનાના નવા 45 કેસો મળી આવ્યાછે. અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં કોરોનાના નવા 45 કેસ, સુરત કોર્પોરેશનમાં 6 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ, આણંદમાં 3 કેસ, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ, નવસારીમાં બે કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 2 કેસ, વલસાડમાં બે કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગાંધીનગર કોર્પોઅરેશનમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં એક કેસ, ખેડામાં એક કેસ, મહેસાણામાં એક કેસ, પોરબંદરમાં એક કેસ તથા સુરત ગ્રામ્યમાં કોરોનાનો એક સહિત રાજયમાં નવા 45 કેસો નોંધાયા છે.

હાલ ગુજરાતમાં કોરોનાના 318 એકિટવકેસ છે જે પૈકી 8 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. અને 310 દર્દીઓની હાલત સ્થિર છે. આજ સુધક્ષમાં કુલ 8,17,203 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રિકવરી રેન્ટ 98.74 ટકા છે. કોરોનાથી 10094 લોકોના મોત નિપજયા છે. ગઈકાલ સુધીમાં 8,22,93,857 વેકિસનના ડોઝ આપી દેવામા આવ્યા છે.

રાજકોટમાં વોર્ડ નં.9માં રૈયારોડ પર રહેતા એક 84 વર્ષિય વૃધ્ધ કોરોનાથી સંક્રમીત થયા છે. તેઓએ વેકિસનનો એક ડોઝ લીધો નથી કોઈ ટ્રાવેલ્સ હિસ્ટી પણ ધરાવતા નથી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. તેઓના સંપર્કમાં આવેલા બે વ્યકિતઓ હાઈરીસ્ક પર અને 13 લાકે લો-રિસ્ક પર છે. ફેમીલીના સભ્યોએ વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે.

આઉપરાંત શહેરનાં વોડ નં.7માં સરદારનગર વિસ્તારમાં 44 વર્ષિય મહિલા કોરોનાના સંકજામાં સપડાયા છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. તેઓએ વેકિસનનો ડોઝ લીધો નથી. તેના સંપર્કમાં આવેલા 4 વ્યકિતઓ હાઈરીસ્ક અને 8 વ્યકિતઓ લો-રીસ્ક પર છે. ફેમીલીના ચાર પૈકી ત્રણ સભ્યોને વેકિસનના બંને ડોઝ લઈ લીધા છે. જયારે એક બાબત હોય જે વેકિસન લેવાની લાયકાત ધરાવતા નથી.

દુબઇમાં લગ્નમાંથી પરત ફરેલા 30 અમદાવાદીઓ કોરોનાની ઝપટે

દેશમાં છેલ્લા દિવસોથી કોરોનાના ખતરનાક વેરિયેન્ટ ઓમિક્રોનના કેસનો પગપેસારો થયો છે. જેમાં વિદેશથી આવતા લોકોમાં આ વેરિયેન્ટનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે દુબઇ લગ્નમાંથી પરત આવેલા 30 અમદાવાદીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેમાં શંકાસ્પદ રીતે ઓમિક્રોનના લક્ષણો હોવાનું પણ અનુમાન છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોના પોઝિટિવની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યારે બાકીના લોકો અમદાવાદ આવતા વિવિધ ખાનગી હોસ્પિટલમાં તેમજ હોમઆઈસોલેનમાં

સારવાર લઈ રહ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી દુબઇ લગ્ન પ્રસંગમાં અંદાજીત 500થી વધુ લોકોએ હાજરી આપી હતી. જેમાં પરત ફર્યા બાદ તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 30 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી મોટાભાગના દર્દીઓની ઉમર 16 થી 26 વર્ષની હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ પોઝિટિવ દર્દીઓને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સંક્રમિત તબીબનો સંદેશ: હું એકદમ સ્વસ્થ છું, ભયભીત થવાનો કોઈ મુદ્દો જ નથી

ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે.  ભારતમાં પણ ઓમિક્રોને દસ્તક આપી છે.  આ અઠવાડિયે કર્ણાટકમાંથી ઓમિક્રોનના બે નવા કેસ નોંધાયા છે.  તેમાંથી એક 46 વર્ષીય ડોક્ટર પણ છે પરંતુ સંક્રમિત ડોકટર હાલ સ્વસ્થ છે.  તેમણે પોતે કહ્યું છે કે, તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા આ પ્રકારને ખૂબ જ ખતરનાક કહેવામાં આવી રહ્યું છે.  તે ખૂબ જ ઝડપથી ફેલાય છે.  આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું તેના લક્ષણો પણ અલગ છે.

ત્યારે સંક્રમિત ડોક્ટરે કહ્યું છે કે, ઘરમાં બંધ રહેવું એ બીમારી કરતાં પણ વધુ પીડાદાયક છે.  ડોક્ટરે કહ્યું કે, જેમ જ તેને ખબર પડી કે તે કોરોનાથી સંક્રમિત છે, તેમણે પહેલા પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરી લીધી. તેની પત્ની અને બાળકોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.  સંક્રમિત ડોકટરો હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓ હજુ પણ હોસ્પિટલમાં છે.જાહેર થયા છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં લોકોની ચિંતા વધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.