જામનગર: ફલ્લા ગામ પાસે ગમખ્વાર અકસ્માત, 2ના ઘટના સ્થળે મોત

ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજ રોજ જામનગર નજીકના ગામમાં એક્સીડન્ટની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. મળતી માહિતી મુજબ આ ઘટના જામનગરનાં ફલ્લા ગામ નજીકની છે જ્યાં ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ફલ્લા ગામ નજીક રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક ડિવાઈડર કૂદી બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા ટ્રક ચાલક અને ક્લિનર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પોલીસને આ ઘટનાની પોલીસને જાણ થતા તુરંત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.