- શહેરની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
- LCBએ જ્ઞાનેન્દ્રસીંગ જાટની કરી ધરપકડ
- ફરાર આરોપી સંદિપ મોતીલાલ રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કરાયા
જામનગર શહેરમાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. LCBની ટીમે સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ઢીચડા રોડ પર રહેતા 23 વર્ષીય જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટની અટકાયત કરવામાં આવી છે. તેમજ 27 તોલા સોનાના દાગી સહિત કુલ 21,53,350નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આરોપીઓ એક સર્વિસ સ્ટેશનમાં નોકરી કરી ઘટનાને અંજામ આપતા હતા. આ ઉપરાંત સંદિપ મોતીલાલ રાઠોડને ફરાર જાહેર કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.
અનુસાર માહિતી મુજબ, જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલ લાખો રૂપિયાના મુદામાલની ચોરીનો ભેદ ઉકેલવામાં LCBની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે, અને ચોરાઉ મુદામાલ સાથે એક તસ્કરને અટકાયતમાં લઈ લીધો છે. જ્યારે ફરાર થયેલ અન્ય એક સાગરીતની શોધખોળ ચલાવાઇ રહી છે.
જામનગરમાં થયેલી ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે પકડેલા આરોપીની ઓળખ જ્ઞાનેન્દ્રસિંહ જાટ (ઉંમર 23) તરીકે થઈ છે. તે હાલ જામનગરના ઢીંચડા રોડ પર સેનાનગરમાં રહે છે. જેમાં સંદીપ મોતીલાલ રાઠોડ સહિતના શખ્સોનો સમાવેશ થાય છે.
આ બનાવમાં રાત્રી દરમ્યાન પ્રફુલભાઈના બંધ રહેણાક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ. 5,21,500ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી.
તેમજ રાત્રી દરમ્યાન બંધ મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાનમાંથી, સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ 3,92,500 ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી. રાત્રી દરમ્યાન રાકેશ સિંધના બંધ રહેણાક મકાનમાં કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ 30,500 ની ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાવી હતી.
જેથી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. લગારીયા તેમજ પોલીસ ઇન્સ્પેકટર પી.એન.મોરી અને સી.એમ.કોટેલીયાની શાહવાડી હેઠળ LCBની ટુકડીએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ઉપરોક્ત ત્રણેય ચોરીનો ઉકેલી નાખ્યા છે અને 1 તસ્કરની અટકાયત કરી લીધી છે.
LCBની ટીમ દ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામાં આવી હતી, અને CCTV ફુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરી ઉપરોક્ત ત્રણેય ઘરફોડ ચોરીમા સંડોવાયેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સેના નગરમાં રહેતા જ્ઞાનેન્દ્રસીંગ જાટની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો છે.