જામનગર શહેરમાં હથિયાર ભરેલી કાર ઘૂસી, પોલીસમાં દોડધામ મચતા અંતે મોકડ્રીલ જાહેર

જામનગર શહેરમાં હથિયાર ભરેલી કાર ઘૂસી ગઈ હોવાની માહિતી પોલીસને મળતા ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે તમામ ચેકપોસ્ટો પર નાકાબંધી કરી આવતા-જતા વાહનોની ચકાસણી શરૂ કરી હતી. થોડા સમય બાદ આ મોકડ્રીલ જાહેર થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગર શહેરમાં સોમવારે સાંજના સમયે હથિયાર ભરેલી કાર શહેરમાં ઘૂસી ગઈ હોવાની બાતમી પોલીસને મળતા તાત્કાલિક તમામ પોલીસ સ્ટેશનો અને ચેકપોસ્ટોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જામનગરમાં તમામ ગાડીઓનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ બાયપાસ પર હથિયારધારી પોલીસને પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા હતા. થોડા સમય બાદ અધિકારીઓ દ્વારા આને મોકડ્રીલ જાહેર થતાં પોલીસમેનોએ રાહતનો શ્વાસ લીધો હતો.