જામનગરના મેયર બન્યા “અબતક મીડિયા”ના અતિથિ

રંગમતી-નાગમતી નદીની સફાઈ અને પાણી પ્રશ્ર્નને હલ કરવા પ્રથમ પ્રાધાન્ય : મેયર

જામનગર મહાનગર પાલિકાના મેયર બીનાબેન કોઠારી અબતક મીડિયાની મુલાકાત લીધી હતી.કોરોનાની કપરી પરિસ્થિતિ એવી પ્રથમ અને બીજી લહેરમાં અબતક મીડિયાને પોઝિટિવ રિપોર્ટિંગ તેમજ કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવા બદલ અબતક મીડિયા ઓનર સતીષકુમાર મહેતા તેમજ અબતક મીડિયા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

મીડિયા મુલાકાત દરમ્યાન મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે પૂર્વ શાશકો એ જામનગરનો ઘણો વિકાસ કર્યો છે એ હું જરૂર આગળ વધારીશ.ભારતીય જનતા પાર્ટીએ જે હક્ક અને વિશ્વાસથી મને મેયર બનાવી છે તો મારી ફરજ છે જામનગરના વિકાસના દોરને હું આગળ લઈ જાવ.જામનગર ના વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગાઉ પણ કહ્યું છે કે ફાટક મુક્ત જામનગર કરીશું.તેના માટે અન્ડર બ્રિજ અને ઓવર બ્રિજના પ્રયાસો થશે.રંગમતીનાગમતી નદીની સફાઈની પ્રક્રિયા અને પાણીના સંચય માટે જે થઈ શકે તે કરવાની ઈચ્છા છે.

જે બહેનો માટેથી અલગથી ફંડ આવે છે તેમાંથી જામનગરમાં બહેનો માટે કંઈક અલગ કરવાની મારી નેમ છે. જામનગરમાં સતત બીજા વર્ષે શ્રવણીઓ મેળો રદ કરવામાં આવ્યો છે મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી અને સુવિધા માટે તેમજ કોરોનાની મહામારી આગળ ન વધે તે માટે થઈ ને શ્રાવણીયો મેળો રદ કરવો પડ્યો છે.જામનગર શહેર અને સમગ્ર ગુજરાતમાં ગાઈડલાઈન છે 200 લોકોથી વધુ આપણે એકત્રિત નથી થઈ શકતા. સંક્રમણના ભયથી અગમ ચેતીના ભાગરૂપે મેળો રદ કરવામાં આવ્યો છે.

લોકોના ટોળા ભેગા થવાની શક્યતાએ જન્માષ્ટમીના મેળા રદ કરશે રૂપાણી સરકાર

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવા સંકેત આપ્યા છે કે આગામી જન્માષ્ટમીના તહેવારમાં રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ ને મેળાઓ યોજવામાં નહીં આવે.આ સંદર્ભે નિર્ણય યોગ્ય સમયે  લેવામાં આવશે.તમામ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે.કોઈ પણ તહેવારોમાં ભીડ એકત્રિત ન થાય તે માટેનું આયોજન સરકારનું આયોજન છે .ત્યારે આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટે યોગ્ય નિર્ણય કરાશે. ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકારે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્યને લઈ ઉત્તમ કામગીરી કરેલ.

મહામારીને પહોંચી વળવા જામનગર તંત્ર સજ્જ,લોકો વેક્સિન અવશ્ય લે

બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં જામનગર તંત્રની કામગીરી ખુબજ સારી રહી પરંતુ ત્રીજી લહેરમાં કહેવાય છે બાળકોને ચેપ લાગવાની શકયતા છે.બાળકોનો અલગથી વોર્ડ, અલગ વ્યવસ્થા તેમજ સગર્ભા બહેનો માટે હ્યુમિનિટી કેવી રીતે સ્ટ્રોંગ કરવી તે અવેરનેસ ના કાર્યક્રમો કરવામાં આવશે.યોગ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે તેવી પણ જનતાને અપીલ કરવામાં આવે છે.સાવચેતી એ જ કોરોના સામે નો ઉપાય છે અને ખાસ વેક્સીનેશ લેવી જ જોઈએ .વેક્સીનેશનમાં જનતા ખુબજ સાથ આપે છે.અને દરેક ને વેક્સીન લાગી જશે તો ઘણો ફાયદો થશે.લોકો માસ્ક પહેરે, ભીડ એકત્રિત ન કરે અને સાવધાની વર્તે , રોગ પ્રતિકારક શક્તિ વધે તે ખુબજ જરૂરી છે.તંત્ર હંમેશા લોકોની સાથે જ છે કોઈ પણ કટોકટી મહામારી આવે જામનગર તંત્ર સંપૂર્ણ સજ્જ છે .

‘ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું’ અભિયાન બદલ ‘અબતક’ મીડિયાને અભિનંદન પાઠવતા મેયર

મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે અબતક મીડિયા માટે મને લાગણી છે માટે જ મીડિયા મુલાકાતે અહીં આવી છું.મીડિયાનો રોલ પોઝિટિવ અને  નગેટિવ બંને હોઈ છે .કોરોના મહામારીમાં પોઝિટીવ રહી અને લોકો માં ગભરાહટ દૂર કરવી એ મીડિયાની ફરજ છે તો તેમાં પણ અબતકે ખૂબ સારી ફરજ નિભાવી , ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું અભિયાન ચલાવ્યું અને પ્રિન્ટ ,ચેનલ તેમજ સોશિયલ મીડિયા થકી લોકોમાં જાગૃતતા લાવી.આ બદલ હું અબતક મિડિયાનો આભાર માનું છું તેમજ અભિનંદન પાઠવું છું.