- આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવનનો વડોદરા સામે ભવ્ય વિજય
- રવિવારે ફાઇનલ મેચ મા ગાંધીનગરની ટીમ સાથે ટક્કર
ગાંધીનગર મહાનગરપાલિકાના યજમાન પદે આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન થયું છે. જેમાં આજે જામનગર ની મેયર ઇલેવન નો ઝળહળતો વિજય થતા હવે રવિવારે ગાંધીનગર ઇલેવન ની ટીમ સામે ફાઇનલમાં ટકરાશે.
જામનગર મેયર ઇલેવન પ્રથમ સુરત મેયર ઇલેવન સામે અને ત્યાર પછી નો મેચ અમદાવાદ મેયર ઇલેવન સામે રમ્યો હતો. જે બંને મેચ માં જામનગર ની ટીમ વિજેતા થયા પછી આજે વડોદરા મેયર ઇલેવન અને જામનગર મેયર ઇલેવન વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાયો હતો. જેમા જામનગર ની ટીમ નો ઝળહળતો વિજય થયો છે.
આજે વડોદરા ની ટીમે પ્રથમ દાવ લઈને ૧૧૧ રન નો લક્ષ્યાંક આપ્યો હતો , તેની સામે જામનગર મેરા ઇલેવન માંથી ધવલ નંદા અને દિવ્યેશ અકબરી બેસમેન તરીકે ઓપનિંગ બેસ્ટમેન તરીકે મેદાનમાં ઉતાર્યા હત તેમાં ધવલ નંદાએ ૬૩ રન અને દિવ્યેશ અકબરી એ ૪૦ રન કરી ને અણનમ રહ્યા હતા. અને ટીમે વિજય અપાવ્યો હતો.
જ્યારે જામનગર ની ટીમ ના જયરાજસિંહ જાડેજા એ કાતિલ બોલિંગ કરીને ચાર વિકેટ ઝડપી હતી. આથી તેઓ ને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
આમ જામનગર ઇલેવન સતત ત્રણ મેચ માં વિજેતા બની છે .અને હવે રવિવારે ગાંધીનગર મેયર ઇલેવન સાથે ફાઇનલ મેચ રમનાર છે.
અહેવાલ : સાગર સંઘાણી