Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતના ૨૨૫ થી વધુ પ્લોટ પર માથા ભારે શખ્સો કબજો જમાવવાની પેરવી કરી રહ્યા હોવાથી સ્થાનિક ૫૦થી વધુ આસામીઓ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.

જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ ટુ અને ફેસ થ્રી ની વચ્ચે આવેલા ૨૨૫ થી વધુ માલિકીના પ્લોટ ઉપર હાલમાં ૨૫ થી વધુ જેટલા માથાભારે શખ્સો કે જેઓ ઉપરોક્ત પ્લોટમાં પેશકદમી કરવાનો વિચાર કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને સ્થાનિક લોટ ધારકોને ધાકધમકીઓ અપાઈ રહી હતી. આ મામલે એક એડવોકેટ દ્વારા કાનુની નોટિસ પણ પાઠવાઇ હતી, જેથી મામલો વધુ ગરમાયો હતો.

કેટલાક માથાયભારે શખ્સો અમુક પ્લોટમાં પેશકદમી કરી ગયા છે અને દબાણ કરી રહ્યા હોવાથી જિલ્લા પોલીસ વડા નું શરણું લેવામાં આવ્યું હતું, અને ગઈકાલે મોડી સાંજે ૫૦ થી વધુ પ્લોટ ધારકો એસપી કચેરીએ પહોંચ્યા હતા, અને માથાભારે તત્વો સામે રક્ષણ આપવા ની માંગણી કરવામાં આવી હતી જેમાં એસપી પ્રેમસુખ ડેલુએ સ્થાનિક જગ્યાનું નિરીક્ષણ- પંચનામું અને તથ્ય ચકાસ્યા પછી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.