જામનગર: તહેવારોને અનુલક્ષી 60થી વધુ એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે

એસ.ટી. ડિવિઝનની આવકમાં ખાસ પ્રકારે વધારો કરવા માટે તેમજ સાથે સાથે મુસાફરોને તહેવારો દરમિયાન વધુ એસ.ટી.ની બસોની સુવિધા મળી રહે તેવું આયોજન વિભાગીય નિયામક પી.એમ. પટેલ અને વિભાગીય પરિવહન અધિકારી વી.વી. ડાંગર દ્વારા હાથ ધરાયું છે. જેમાં તહેવારોને અનુલક્ષીને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા ડેપો ઉપરથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ, મોરબી, દાહોદ જવા માટે એકસ્ટ્રા બસો મુકાશે. જામનગર એસ.ટી. ડિવિઝનની આવક અંગે ડિવિઝન મેનેજરે જણાવ્યું હતું કે, એસ.ટી. ડિવિઝનની આવક રૂા.24 લાખ 70 હજારે પહોંચી છે.

જામનગર એસટી ડિવિઝન દ્વારા રક્ષાબંધનના તહેવારને અનલક્ષીને એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 50 જેટલા મુસાફરોને કોઇપણ સ્થળે જવા માટે પણ બસ ફાળવવામાં આવશે. જેના પગલે એસ.ટી.ના મુસાફરોને પણ તહેવારો દરમિયાન આવાગમન માટે વિશેષ સવલત મળી શકશે. એસ.ટી. વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને મુસાફરોને સારી સુવિધા મળે તે ધ્યાને લઇ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. તેમ વિભાગીય પરિવહન અધિકારી ડાંગરે જણાવ્યું હતું.

જામનગર ડિવિઝનના ડિવિઝન મેનેજર પી.એમ.પટેલએ જણાવ્યું હતું કે, જામનગર વિભાગની આવક પહેલા 20 લાખ રૂપિયાની હતી જે અત્યારે વધીને 24 લાખ 70 હજારએ પહોંચી છે. ત્યારે આગામી તહેવારોને અનુલક્ષીને દ્વારકા, દાહોદ, સોમનાથ તથા ખંભાળિયા ડેપોથી દાહોદ, જુનાગઢ, રાજકોટ અને દ્વારકા ડેપોમાંથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ આ ઉપરાંત ધ્રોલ ડેપોમાંથી મંડોર, દાહોદ તથા જામજોધપુર ડેપોમાંથી રાજકોટ, દાહોદ ઉપાડવામાં આવશે તથા જામનગર ડેપોથી દ્વારકા, દાહોદ, સોમનાથ તથા ખંભાળિયા ડેપોથી દાહોદ, જુનાગઢ, રાજકોટ અને દ્વારકા ડેપોમાંથી સોમનાથ, રાજકોટ, જુનાગઢ આ ઉપરાંત ધ્રોલ ડેપોમાંથી મંડોર, દાહોદ તથા જામજોધપુર ડેપોમાંથી રાજકોટ, દાહોદ ઉપાડવામાં આવશે. આમ એસ.ટી વિભાગ દ્વારા તહેવારને અનુલક્ષીને વધુ મુસાફરો એસટી બસનાને લાભ લઇ શકે તેવું આયોજન કરાયું છે તથા 50 જેટલા મુસાફરોને કોઇપણ સ્થળે જવાનું હશે તો એસ.ટી. વિભાગ દ્વારા બસ ફાળવવામાં આવશે.