જામનગર: ધુંવાવ ગામ નજીક મહિલાનો નગ્ન હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

માનસિક બીમાર મહિલાની દુષ્કર્મના ઇરાદે હત્યા કર્યાની પોલીસની આશંકા : હત્યારો પોલીસ હાથવેંતમાં

જામનગર નજીક આવેલા ધુંવાવ ગામ વિસ્તારમાં નિર્વસ્ત્ર હાલતમાં આધેડ મહિલાની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને તાત્કાલિક મહિલાના મૃતદેહને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમમાં તેની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો અને માનસિક અસ્થિર મહિલાની હત્યા દુષ્કર્મના ઇરાદે થયા હોવાની પોલીસે શંકા દાખવતા તે દિશામાં તપાસ હાથધરી છે. ઉપરાંત હત્યારો પોલીસ હાથવેંતમાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બનાવની વિગતો મુજબ જામનગરના ધુંવાવ ગામ વિસ્તારમાં અવાવરૂ સ્થળે એક આધેડ મહિલાની લાશ પડી હોવાની પોલીસને જાણકારી મળતા પંચ-એ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોઢા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા આધેડ વયની દેખાતી મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં પડ્યો હતો.

પ્રાથમિક રીતે મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકાએ પોલીસે તાત્કાલિક તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં પોસ્ટમોર્ટમમાં મહિલાની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આધેડ વયની માનસિક અસ્થિર મહિલાની હત્યા દુષ્કર્મના ઈરાદે થઈ હોવાનુ. પોલીસે શંકા દાખવી હતી. જે બાબતે સ્થાનિકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી હાલ તો પોલીસ ખૂનનો ગુનો દાખલ કરી ભેદ ઉકેલવામાં લાગી ગઈ છે.જ્યાં તપાસમાં જાણવા મળ્યું હતું કે,આધેડ મહિલા ધુંવાવ ગામમાં બે વર્ષ પહેલા આવી હતી અને તે બસ સ્ટેશન પાસે આવેલી કેબીન પાસે પડી રહેતી હતી. સ્થાનિક લોકો તેને ખાવાનું આપતા તે ખાઈ લેતી હતી અને તે ટૂટયૂ ભાગ્યું મરાઠી અને હિન્દી બોલતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

આધેડ રીતે માનસિક મહિલાની હત્યામાં વૃદ્ધની સંડોવણી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તેની ઓળખ પોલીસને મળી ગઈ છે અને પોલીસના હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. દુષ્કર્મ કરવાના ઈરાદે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે પરંતુ વધુ છે વિગતો આ વૃદ્ધને પોલીસ અટક કરીને પૂછપરછ બાદ જ જાણવા મળસે.