Abtak Media Google News

જામનગરમાં જીએસટીના મોટા વિભાગના દરોડામાં સાચી હકિકત પર અધિકારીઓ જ પડદો પાડી દેતા હોવાની લોક ફરિયાદો ઉઠી છે.

જામનગરમાં જીએસટી તપાસમાં અહો આશ્ર્ચર્યમની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, તમાકુ પ્રકરણમાં માલિકા વિશેદોઢ માસથી ચર્ચા ચાલી રહી છે. જીએસટીના અધિકારીઓએ વેરા ચોરીની બાતમીના આધારે દરોડો પાડી તમાકુની ગાડી રોકી હતી. જેમાં જામનગરના જીએસટીના અધિકારીઓએ દિલ્હી કચેરીને જાણ કરી હતી. પણ માલિકનું નામ અને સરનામું બોગસ નીકળ્યું હતું. પરંતુ નવાઇની વાતએ છે કે, આ તપાસમાં દોઢ વર્ષ નીકળી જતાં અને તપાસ કરનાર અધિકારીની બદલી થવા છતાં પાડેલા બોગસ બીલીંગના દરોડામાં જામનગર જે.એસ.કે. સન્સ પેઢીમાં તપાસ બાકી રહી હોય સીજીએસટીના અધિકારીઓ આ દરમ્યાન તપાસ કરનાર અધિકારીઓને પેઢીના બેંક ખાતમાં રૂ.98 લાખ પડયા હોવાનું ધ્યાને આવતા રોકડ ટોચમાં લઇ અધિકારીઓ દ્વારા રૂ.98 લાખની વસૂલાત કરવામાં આવી હતી. વર્ષ-2019માં સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ પાસે પકડાયેલી તમાકુની ગાડી પ્રકરણમાં જામનગરની શિવ ટ્રેડર્સ સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે. જયારે જામનગરની જે.એસ.કે. સન્સ પેઢીના વેપારીની જાણ બહાર અન્ય પેઢી ઉભી કરી વસૂલાત કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.