-
જુગાર રમી રહેલી ચાર મહિલાઓની અટકાયત
-
રૂપિયા ૭,૨૧૦ની રોકડ રકમ અને વરલી મટકાના આંકડાનું સાહિત્ય કબ્જે કર્યું
જામનગર ન્યૂઝ
જામનગર શહેરના ભાનુશાળી વિસ્તારમાં જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને કાલે વાત પડતા પોલીસે તાબડતોબ રેડ પાડી હતી . આ દરમિયાન ભાનુશાળી વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. જ્યાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓની અટકાયત કરી છે, પોલીસે જુગાર રમી રહેલી કાજલબેન કાંતિલાલ રાઠોડ, દીનાબેન જયંતીભાઈ જોઇસર, ભાનુબેન જયંતીભાઈ કટારમલ અને હિનાબેન અશ્વિનભાઈ કારીયા સહિત ચાર મહિલાઓને ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૪,૧૧૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત વરલી મટકાના જુગાર અંગેનો બીજો દરોડો કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં બસ સ્ટેશન પાસે પાડવામાં આવ્યો હતો.
ત્યાંથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખી રહેલા દિનેશ પાનસિંગ સંગોડ નામના આદિવાસી તેમજ શૈલેષ સુકીયાભાઈ આદિવાસી અને હસમુખ જમનભાઈ ધામેચા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૭,૨૧૦ ની રોકડ રકમ અને વરલી મટકા ના આંકડાનું સાહિત્ય કબ્જે કર્યું છે.