Abtak Media Google News

ખીમરાણાના કારખાનેદાર ને પોતે ઇલેક્ટ્રીકની મોટી કંપનીના કર્મચારી ગણાવી રૂપિયા 23.98 લાખનો બ્રાસનો માલ પડાવી લીધો

જામનગર શહેર અને લાલપુર- જામજોધપુર પંથકના કેટલાક વ્યક્તિઓ પાસેથી ઇન્કમટેક્સ માં નોકરી અપાવી દેવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લેનાર શખ્સ સામે છેતરપિંડી અંગેનો વધુ એક ગુનો નોંધાવાયો છે. ખીમરાણાના બ્રાસપાટના એક વેપારી પાસેથી રૂપિયા 23.98 લાખનો પીતળ નો માલ સામાન ખરીદ કર્યા પછી પોતાના મૃત જાહેર કરાવી દીધો હતો, પરંતુ છેતરપિંડી અંગેના મામલો સામે આવ્યા પછી વેપારી પણ જાગૃત થયા હતા, અને જેલમાં રહેલા આરોપીની ઓળખ કરી લીધી હતી. અને પોતાની સાથે રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા અને બ્રાસપાટ નો વ્યવસાય કરતા રવજીભાઈ પ્રાગજીભાઈ ધારવીયા નામના વેપારીએ પોતાની સાથે રૂપિયા 23.98 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરના વિશાલ હેમંતભાઈ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે આ કાર્યમાં મદદ કરી કરી તેને મૃત જાહેર કરવા અંગે તેના પિતા હેમતભાઈ કણસાગરા સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર ગત 1.1.2019 ના દિવસે ફરિયાદી વેપારી પાસે આરોપી વિશાલ કણસાગરા આવ્યો હતો, અને પોતે ભારતની ખ્યાતનામ હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કર્મચારી તરીકે કામ કરે છે, અને બ્રાસ પાર્ટ નો માલ સામાન ખરીદવો છે, તેમ કહી 23.98 લાખ નો માલ સામાન ખરીદી લીધો હતો, અને પછી નાણા આપ્યા ન હતા. ત્યારબાદ વેપારી દ્વારા વિશાલ કણસાગરા ની શોધખોળ કરાવતાં તેના પિતા હેમંતભાઈ કણસાગરા ના નામથી પોતે મૃત્યુ પામ્યો છે તેવી જાહેરાત કરાવી દીધી હતી. જેથી વેપારીએ પોતાના નાણા ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું.

પરંતુ તાજેતરમાં વિશાલ કણસાગરા સામે જુદા જુદા પોલીસ મથકમાં લોકોને નોકરી અપાવી દેવાના બહાને ચીટીંગના ગુનાઓ નોંધાયા હતા, જેથી તેઓએ તપાસ કરી હતી. દરમિયાન હાલમાં વિશાલ કણસાગરા કે જે જેલવાસ ભોગીલ ભોગવી રહ્યો છે, જેથી જેલમાં જઈને તપાસણી કરતા પોતાની પાસેથી બ્રાસનો સામાન લઈને રફુચકકર થયેલો આરોપી હાલ જીવીત છે, તેવી જાણકારી મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.