જામનગર: આઇએનએસ વાલસુરામાં 328 જવાનોની પાસીંગ આઉટ પરેડ, જવાનોને વિવિધ ટ્રોફી એનાયત કરાઇ

જામનગરમાં કાર્યરત ભારતીય નૌસેનાના મુખ્ય મથક આઇએનએસ વાલસૂરામાં ઇલેકટ્રીક એન્જીનીયરીંગ પૂર્ણ કરનાર 328 જવાનોની પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી. જવાનોને ઇલેકટ્રીકલ ટેકનોલોજીની સાથે જહાજમાં થતી ખામી દૂર કરવા માટેનું પ્રશિક્ષણ અપાયું હતું. આઇએનએસ વાલસૂરામાં ભારતીય નૌસેનાના 302 અને તટરક્ષક દળના 26 જવાનોએ 26 સપ્તાહ ચાલેલા ઇલેકટ્રીક મેકેનિકનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરતા આ જવાનોની પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી.

વાલસૂરાના અધિકારી અજય પટનીએ પરેડનું નિરીક્ષક કર્યું હતું. જવાનોને ઇલેકટ્રીક ટેકનોલોજીની સાથે ફરજ દરમ્યાન જહાજમાં થતી ખામી દૂર કરવાનું શિક્ષણ અપાયું હતું. કોર્સ પૂર્ણ કરનાર જવાનો પૈકી નિખિલકુમાર ઝા ને સર્વશ્રેષ્ઠ સર્વમુખી સૈનિક માટે એડમીરલ રામનાથ ટ્રોફી, પી. દામોદરનને સર્વશ્રેષ્ઠ ખેલાડી, મોહમદ અંસારીને સર્વશ્રેષ્ઠ નૌસેના પ્રશિક્ષણાર્થી, ક્ધહૈયાકુમારને સર્વશ્રેષ્ઠ તટરક્ષક પ્રિશિક્ષણાર્થીની ટ્રોફી એનાયત કરાઇ હતી.