Abtak Media Google News

સાથે જ શાળા સંચાલકોએ પોતાનું પોત પ્રકાશી ફી વધારો ઝીંકી દીધો હતો જેનો ભારે વિરોધ થતાં શિક્ષણાધિકારી કચેરી પણ સફાળી જાગી હતી અને તાત્કાલિક પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓએ નવા સત્રમાં ફી વધારો ન કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે. હવે આની અમલવારી કેવી અને કેટલી થાય છે તે જોવાનું રહ્યું.

વાલીઓને લૂંટતા બચાવવા પરિપત્ર બહાર પાડ્યો

શહેર-જિલ્લામાં ગત તા.7-6-2021થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે ખાનગી શાળાઓએ પાછલા દરવાજે એફઆરસી મંજૂર કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવાતી હોવાની બાબત સામે આવી હતી જે મુદ્દે વાલીઓનો અવાજ બનીને કોંગ્રેસે પણ આવેદનપત્ર આપ્યું હતું.

 

પરંતુ ખાનગી શાળાઓને કોઈ ફેર પડ્યો ન હતો.પરંતુ ફી વધારાના હોબાળાને લીધે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સફાળી જાગી હતી અને તાત્કાલિક પરિપત્ર બહાર પાડી કોઈપણ ખાનગી શાળાઓએ ફી વધારો ન કરવા તેમજ જૂની ફી મુજબ જ ફી ઉઘરાવવી તેવો પરિપત્ર બહાર પાડી ખાનગી શાળાઓની ઉઘરાણી પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો છે. બીજીબાજુ ખાનગી શાળા પરિપત્રને કેટલું માને છે તેમજ તેને ન માનનારાઓ સામે શું પગલાં લેવાશે તે આગામી સમયમાં ખબર પડશે.

ફી બાબતે ખાનગી શાળાઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં તાકીદ કરવામાં આવી છે કે, ગત વર્ષ જેટલી જ ફી ઉઘરાવવી તેમાં કોઈ વધારો કરવો નહીં. જો વધારો કરશે તો તે શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી એસ.એસ.ડોડિયા દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.