Abtak Media Google News

એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાઈ

જામનગરની માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરીમાં ફરજ બજાવી નિવૃત થયેલ વર્ગ બે અધિકારી સામે અપ્રમાણસરની મિલકત સબંધિત કરવામાં આવેલ આંકલન બાદ બેનામી સંપતી જાહેર કરવામાં આવી છે. એસીબીએ આજે આ સંપતી જાહેર કરી છે. જેમાં કુલ આવકના 111 ટકા એટલે કે , રૂપિયા 5.47 કરોડની સંપતી ગેરકાયદેસર મેળવી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને એસીબી, દ્વારા નિવૃત અધિકારી સામે ભ્રસ્ટાચાર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી છે.

જામનગરમાં માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરીમાં નોકરી કરી હાલ નિવૃત થયેલ ચુનીલાલ પારુમલ ધારશીયાણીએ પોતાની નોકરી કાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી આવક કરતા વધારે આવક પ્રાપ્ત કરી ભ્રસ્ટાચાર આચાર્યો હોવાની સ્થાનિક કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જેને લઈને એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી.આ તપાસમાં વર્ગ બે અધિકારી તરીકેની ફરજ દરમિયાન અધિકારીના તથા તેના આશ્રીતોના મિલકત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી. જેમાં આ બાબુએ પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુર ઉપયોગ કરી રૂપિયા 5,23,41,377ની આવક સામે કુલ ખર્ચ-રોકાણ તરીકે રૂપિયા 10,71,28,147 રૂપિયાની સંપતી સામે આવી હતી.

જેની આકારણી કરી એસીબી જામનગરની ટીમે આજે નિવૃત અધિકારી સામે ફરિયાદ નોંધી છે. જેમાં કુલ 5,47,76,770 રૂપિયાની આવક અપ્રમાણસરની હોવાનો આરોપ લગાવાયો છે. આરોપીએ તા. 01/04/2006થી 31/03/2015 સુધી રૂપિયા 1,79,43,218ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી. તેમજ રૂપિયા 4,96, 52, 490 ની રકમની સ્થાવર-જંગમ સંપતી ખરીદી અને આ જ સમયગાળા દરમિયાન ચેક દ્વારા રૂપિયા 2,96,70,539ની રકમ ઉપાડી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને તેની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.