Abtak Media Google News

જિલ્લામાં વકરી રહેલી માટે ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ: સમાજનો વિવિધ

જામનગરમાં મંત્રી આર.સી. ફ્ળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે જામનગર જિલ્લાની કોવિડ સ્થિતિ અંગેની ત્રણ સમીક્ષા બેઠકો યોજાઇ હતી.જે બેઠકમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા અને શહેર તથા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંવાદ કરી જામનગર જિલ્લામાં કોવિડની સ્થિતિને નિયંત્રિત કરવા અંગે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી
Img 20210430 Wa0023 1619786061

બેઠકમાં મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે હાલ આપણે સૌ કોવિડની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે સંવાદ થકી સામે આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ આજના સમયની માંગ છે. કઈ રીતે આ કપરા સમયમાં ઓછામાં ઓછી માનવ ખુવારી થાય અને વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠતમ સેવા મળી રહે તે દિશામાં સૌએ કામગીરી હાથ ધરવા મંત્રીએ સૂચન કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી ધર્મેદ્રસિંહ જાડેજાએ આ તકે કોરોના સંકટમાંથી સમાજને હેમખેમ ઉગારવા સમાજનો પણ વિવિધ ક્ષેત્રે સહયોગ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.સાથે સાથે જિલ્લામા ઓક્સિજનની સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટે તંત્રને સુચન કર્યુ હતુ તેમજ ડીન સાથે જી.જી. હોસ્પિટલની વ્યવસ્થાઓ અંગે જરૂરી ચર્ચા કરી સમીક્ષા કરી હતી. જામનગર શહેરી વિસ્તારની કોવિડ સ્થિતિ અંગેનો ચિતાર રજૂ કરતાં મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું હતું કે હાલ 3190 પોઝિટિવ દર્દીઓમાંથી 2591 દર્દીઓ હોમ આઇસોલેટ છે. જેમનું આરોગ્ય ટીમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ક્ષેત્રે સહયોગ મળી રહે તે માટે રાજ્યમંત્રી હકુભાએ અપેક્ષા વ્યકત કરી:
જિલ્લાના 1418 એક્ટિવ કેસમાંથી 1145 હોમ આઈસોલેટ

મહાનગરપાલિકા દ્વારા હોમ આઇશોલેશનમાં રહેલા દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે દિશામાં સતત કામગીરી શરૂ છે. શહેરમાં મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા નવી નિમણુંકો અંગે કાર્યવાહી કરાઈ રહી છે.શહેરમાં 18 ધન્વંતરિ રથો રોજે રોજ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોની આરોગ્ય સેવા સુનિશ્ચિત કરી રહ્યા છે.જે વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે ત્યાં માસ કેમ્પેઇન હાથ ધરી વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. 7 સંજીવની રથ, 18 ધન્વંતરિ રથ તેમજ 108 એમ્બ્યુલન્સના સહયોગથી લોકોને ઘરે જ સારવાર ઉપલબ્ધ કારવાઈ રહી છે.હાલ રેપીડ એન્ટીજન તેમજ આરટીપીસીઆર ટેસ્ટ મળી દૈનિક 3500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારો અંગેની કોવિડ સ્થિતિ વિશે જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં 1418 એક્ટિવ કેસ છે જેમાંથી 1145 દર્દીઓ હોમ આઇસોલેટ છે જયારે 273 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.મુખ્યમંત્રી ના સૂચન મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 9 પી.એચ.સી. ખાતે 173 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે 130 બેડ ઓક્સિજન સાથેના પણ તાકીદે ઉભા કરવામાં આવ્યા છે.તેમજ દરેક ગામોમાં આઇશોલેશન સેન્ટર ઉભા કરવા અંગેની પ્રક્રિયા હાલ શરૂ છે તેમ જણાવી ધન્વંતરિ રથ, વેકસીનેશનની કામગીરી, ઓક્સિજનની સુવિધા, ટેસ્ટીંગ તથા આવશ્યક દવાઓની સ્થિતિ અંગેની વિગતો પુરી પાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.