Jamnagar: મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રાજ્ય સરકાર ની ડ્રાઈવ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ અંતર્ગત અલગ અલગ  વિસ્તારમાં માં આવેલી  કુલ ૩૧ જેટલી પેઢી માંથી અલગ અલગ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

IMG 20240909 WA0131

જે પેઢીઓ પૈકી જયંતીભાઈ માવાવાળામાંથી  શુધ્ધ ઘી, માવો, કમલેશભાઈ માવાવાળા ને ત્યાંથી વ્હાઈટ પેંડા (લુઝ), સદગુરુ ડેરી ફાર્મમાંથી માર્શલ કેક (લુઝ), શ્રી સોમનાથ ડેરી માંથી મિક્સ દૂધ (લુઝ), અને થાબડી (લુઝ), ચારણ ડેરીમાંથી દૂધ (લુઝ), અને            દહીં (લુઝ), અંબિકા ડેરી ફાર્મ માંથી દૂધ (લુઝ),અને બદામ કટની (બંગાળી મીઠાઇ (લુઝ), જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી સેપરેટ દહીં (લુઝ)તેમજ ઘી (લુઝ), બંસરી ડેરી ફાર્મ માંથી    માવા પેંડા (લુઝ), ખુશ્બુ ડેરી ફાર્મમાંથી ભેસ નું દૂધ (લુઝ), માધવ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ (લુઝ), શિવ શક્તિ ડેરી એન્ડ સ્વીટમાંથી દૂધના પેંડા (લુઝ), જય ગોપાલ ડેરી માંથી દહીં (લુઝ), મોમાઈ ડેરી ફાર્મમાંથી ભેસ નું દૂધ (લુઝ), રાધે ડેરી ફાર્મ માંથી ગાય નું દૂધ (લુઝ), શિવાલય ડેરી- સ્વીટ એન્ડ કેટરિંગમાંથી માવા ના પેંડા (લુઝ) અને પનીર (લુઝ), કૈલાષ ડેરી ફાર્મ માંથી માખણ (લુઝ), અને દૂધ ના પેંડા (લુઝ), એકતા સ્વીટ – ફરસાણ માર્ટમાંથી દૂધ ની બરફી (લુઝ), દૂધ ના પેંડા (લુઝ), દૂધગંગા ડેરી ફાર્મ માંથી દૂધ ની થાબડી (લુઝ) વ્હાઈટ પેંડા (લુઝ), શ્રી ખોડલ ડેરી માંથી ભેસ નું દૂધ (લુઝ), શ્રીજી ડેરી ફાર્મમાંથી ભેસનું દૂધ (લુઝ).  સદગુરુ ડેરી ફાર્મમાંથી ભેસ નું દૂધ (લુઝ), અને અંબિકા ડેરી ફાર્મમાંથી પનીર (લુઝ) વગેરે સેમ્પલો એકત્ર કરીને વડોદરાની લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

IMG 20240909 WA0129

આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં આવેલ આઈસ ફેક્ટરીમાં પાણીમાં કલોરીનેશન અંગેની તપાસણી કરવામાં આવી હતી. આઈસ ફેક્ટરીમાં સુપર ક્લોરીનેશન જાળવી રાખવા સુચનાઓ આપવામાં આવી હતી, તેમજ કોરોઝન યુક્ત આઈસ કન્ટેનર બદલવા, પાણીમાં સુપર ક્લોરીનેશન જાળવવા, ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ દરેકને લોક બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદનો નિકાલ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

IMG 20240909 WA0133

તદુપરાંત S.D.M., મામલતદારની મળેલી ફરિયાદ અન્વયે F.S.O.ની ટીમ દ્વારા તળાવની પાળે આવેલ ડોમિનોઝ પીઝામાં રૂબરૂ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમાં ચીઝ, બટર, પનીરના રેન્ડમલી પેકેટ તોડી રૂબરૂ ખરાઈ કરવામાં આવી હતી. તેમજ પેઢીને 2 દિવસમાં પેસ્ટકંટ્રોલ, પાણીના રીપોર્ટ તેમજ કામ કરતા કર્મચારીના મેડીકલ ફીટનેશ સર્ટિફિકેટ રજુ કરવા નોટીસ ફટકારવામાં આવી હતી.

IMG 20240909 WA0132

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.