Abtak Media Google News

 

હોટલના સીસીટીવી કેમેરા બંધ કરી ટેબલનું લોક તોડી રકમ લઈને વતનમાં ભાગી છૂટ્યા ‘તા

અબતક, જામનગર

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલી એક પિત્ઝા રેસ્ટોરન્ટમાંથી ગત 25મી ડિસેમ્બરે રૂપિયા ત્રણ લાખ સાત હજારની રોકડ રકમની ચોરી થઈ હતી. જે ચોરી રેસ્ટોરન્ટમાં જ કામ કરતા ત્રણ વેઇટરોએ કરી હોવાનું સામે આવ્યું હતું, અને તેઓ પોતાના વતનમાં ભાગી છૂટ્યા હતા. જે આરોપીઓનો જામનગર પોલીસે પીછો કરીને બિહારથી ત્રણેયને ઝડપી લીધા છે અને જામનગર લઈ આવ્યા પછી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સૂત્રો અનુસાર જામનગરમાં અંબર સિનેમા રોડ પરની નિયો સ્ક્વેર કોમ્પલેક્ષમાં આવેલી વિલિયમ જોન્સ પિત્ઝા રેસ્ટોરન્ટમાંથી 25મી ડિસેમ્બરની રાત્રિના સમયે ટેબલ(કાઉન્ટર)નું લોકની તોડી અંદરથી રૂપિયા 3.07 લાખની ચોરી થઇ ગઇ હતી. જે ચોરીના બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. સીસીટીવી કેમેરાના આધારે હોટલમાં જ વેઈટર તરીકે કામ કરતા 3 પરપ્રાંતીય શખ્સોનું આ કારસ્તાન હોવાનું અને તેઓ ચોરી કરીને પોતાના વતનમાં ભાગી છૂટ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પોલીસે તપાસનો દોર બિહાર સુધી લંબાવ્યો હતો. જ્યાં બે વખત ધક્કા ખાધા પછી આખરે ત્રિપુટીને ઝડપી લીધી છે. જામનગરમાં પિત્ઝાના રેસ્ટોરન્ટમાં જ વેઈટર તરીકે કામ કરતા સુમિત મંડલ, અરવિંદ મંડલ અને રાજેશ મંડલ, કે જે ત્રણેયને જુદા જુદા વિસ્તારોમાં તેના રહેણાંક મકાનમાંથી ઉપાડી લીધા હતા, અને તેઓ પાસેથી રૂપિયા નવ હજારની રોકડ રકમ કબજે કરી લઈ જામનગર લઈ આવ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.