Abtak Media Google News

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભાઈઓની જુડો સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને એ.એમ.પી ગવર્મેન્ટ લો કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ ભાઈઓ-બહેનોની ચેસ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી 58 કોલેજના 89 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી.

Untitled 1 Recovered Recovered 41

ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે સીન્ડીકેટ સભ્ય ડો.કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા.

Image 6483441 2

મળતી માહિતી મુજબ ભાઈઓ બહેનોની આજે ચેસ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 89ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો હતો અને સુરેન્દ્રનગર અને જામનગરના ખેલાડીઓ પ્રથમ રહ્યા હતા. આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્દોર સ્ટેડિયમ ખાતે સવારે 10 કલાકથી ભાઈઓની જુડો સ્પર્ધા યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.