- જામનગરના લીમડા લાઈન જેવા પોશ વિસ્તારમાં જુદી જુદી વિજ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું
- વિજ ચોરોમાં ભારે ફફડાટ
જામનગર શહેરમાં પખવાડિયાના વિરામ બાદ આજે વહેલી સવારથી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.
અનુસાર માહિતી મુજબ, જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તાર પંચેશ્વર ટાવરનો એરીયા, કડિયાવાળ, ગુલાબ નગર, રામવાડી સહિતના વિસ્તારમાં વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી છે અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જેની મદદ માટે SRPના જવાનો, પોલીસ કર્મચારી તથા વિડિયોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે. તેમજ વહેલી સવારથી જ આ કામગીરીને લઈને કેટલાક વિજચોરોમાં ફફડાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ દરમિયાન વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. ત્યારે માહિતી મુજબ, જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા આજે સવારે જામનગર શહેરના લીમડા લાઈન વિસ્તાર પંચેશ્વર ટાવરનો એરીયા, કડિયાવાળ, ગુલાબ નગર, રામવાડી સહિતના વિસ્તારમાં વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી છે અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી જ આ કામગીરીને લઈને કેટલાક વિજચોરોમાં ફફડાટ મચી ગયો છે.