Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરો સામે લાલ આંખ કરી તવાઈ બોલવામાં આવી રહી છે. હજુ ગઈ કાલે જ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વીજ ચોરી પકડીને આયોજકને લાખોનો દંડ ફટકાર્યો હતો ત્યારે આજે ફરી એક વખત જામનગર શહેરમાં ફરીથી વીજતંત્ર દ્વારા મોટાપાયે ચેકિંગની કરવામાં આવ્યું હતું. શહેરના રામેશ્વર નગર- વિનાયક પાર્ક- ગુલાબ નગર- હાપા કોલોની સહિતના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચેકિંગ હાથ ધરાયું હતું.

Whatsapp Image 2023 04 15 At 10.14.51

જામનગર શહેર અને જિલ્લામાં એક મહિનાના વિરામ પછી વિજ તંત્ર ફરીથી જાગૃત થયું છે, અને આજથી મોટાપાયે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના રામેશ્વર નગર, વિનાયક પાર્ક, ગુલાબ નગર, હાપારોડ સહિતના વિસ્તારોમાં ૩૦ જેટલી ચેકિંગ ટુકડીઓને ઉતારી દઇ મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા શહેરી વિસ્તારમાં ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને પટેલ કોલોની સબ ડિવિઝન, દરબારગઢ સબ ડિવિઝન, અને હાપા સબ ડિવિઝન હેઠળની ૩૦ જેટલી ટિમો ને ઉતારવામાં આવી હતી. જેના માટે ૧૬ એસઆરપીના જવાનો, ૨૧ લોકલ પોલીસ અને ત્રણ વિડીયોગ્રાફર ની મદદ લેવામાં આવી હતી.

Whatsapp Image 2023 04 15 At 10.14.51 1

આજે વહેલી સવારથી જામનગરના રામેશ્વર નગર, વિનાયક પાર્ક, નવજીવન સોસાયટી સહિતના એરિયામાં મોટાપાયે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના ગુલાબ નગર, રામવાડી, રવિ પાર્ક અને હાપા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને વિજચોરોમાં ભારે ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.