Abtak Media Google News

મહાનગરપાલીકાની આઈસીડી એસ શાખામાં ફરી એકવાર ભરતીમાં ગોબાચારીનું ભૂત ધુણ્યું છે. ઘણા સમયથી ભરતી સંદર્ભે વિવાદમાં રહેલી આ શાખામાં ફરી એકવાર ભષ્ટાચાર કરી ગેરકાયદેસર ભરતી કરી અને નાણાકીય કોભાંડ આચરવામાં આવ્યાનો આક્ષેપ ખુદ શાશક પક્ષના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાએ કરી અને કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મેયર સહિતના પદાધિકારીઓને આ મામલે લેખિત રજૂઆત કરતા આ મામલાએ જામનગર મનપામાં ખળભળાટ મચાવી દીધો છે, અને આ ભરતી કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ પણ સંડોવાયેલા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.

ગેરકાયદેસર ભરતી કરી નાણાકીય કૌભાંડ આચર્યાનો શાસક પક્ષના કોર્પોરેટરનો આક્ષેપ

 

મહાનગરપાલીકાની આઈસીડીએસ શાખા દ્વારા કલાર્ક, હિસાબ નીશ, સ્ટેટીસ્ટીક આસીસ્ટન્ટની ભરતી કરવામાં આવેલ જે ભરતી કોઈપણ ઈન્ટરવ્યુ કે કોઈને જાણ કર્યા વગર અધિકારીઓની મીલીભગતથી કરવામાં આવી છે. કોઈપણ જાતની મંજુરી વગર કે ઠરાવ વગર વગદાર વ્યકિતઓને લેવા માટે જામનગર મહાનગર પાલીકાના અધિકારીઓએ ભરતીના નિયમોનો છડેચોક ભંગ કરી ભરતીના નીયમોને નેવે મુકી ગેરકાયદેસર રીતે આ જગ્યા ભરવામાં આવેલ છે.

કલાર્ક, હિસાબનીશ, સ્ટેસ્ટીક આસીસ્ટન્ટની જગ્યા ભરવામાં આવી છે આ જગ્યા માટે જે અનુભવ અને શૈક્ષણીક લાયકાત હોવી જોઈએ અને જે પોસ્ટ પ્રમાણે શૈક્ષણીક લાયકાત આપવામાં આવેલ છે તેની જગ્યાએ વગદાર લોકોને લેવા માટે આ પોસ્ટ પ્રમાણેની કોઈ લાયકાત કે અનુભવ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવેલ છે તેની તપાસ થવી ખુબજ જરૂરી છે. એવું પણ જાણવા મળેલ છે કે, આ ભરતી માટે ના ઈન્ટરવ્યુ પણ લેવામાં આવેલ નથી. લાગવગ, ભલામણ અને અધિકારીઓએ સેટીંગ કરી ભરતીનું કૌભાંડ કરેલ છે.

રોજમદાર કે ટેમ્પરરી પણ કરતા નથી. તો પછી આ એપ્રીન્ટીસ કર્મચારીને કયા આધાર ઉપર કલાર્ક, હીસાબનીશ, સ્ટેસ્ટીક આસીસ્ટન્ટની પોસ્ટ ઉપર મુકવામાં આવેલા એપ્રીન્ટીસ કર્મચારીને કયારે પણ આ પોસ્ટઉપર મુકવામાં આવતા નથી. વિશેષમાં લાયકાત ન હોવા છતાં પણ કયાં આધાર ઉપર અને કોના આર્શીવાદ થી આવી ગેરકાયદેસર નીમણુંક કરવામાં આવી તે તપાસનો વિષય બન્યાનું કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાએ રજુઆતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.