જામનગર:એસ.ટી ડેપોમાં લુખ્ખાઓનો આતંક સીસીટીવીમાં કેદ

ઘટનાસ્થળ પર પોલીસ આવતા અસામાજિક તત્વો નાસી છૂટ્યા

એસ.ટી સ્ટેન્ડમાં વહેલી સવારે લુખ્ખાઓએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો હતો. લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી પહોંચી હતી જો કે, લુખ્ખાઓ પોતાની ગાડી મૂકી નાસી ગયા હતા.ગઈકાલે એસ.ટી.બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ ઉપર બાઇક લઈને ત્રિપલ સવારીમાં આવી પહોંચેલા ત્રણ શખ્સોએ સુતેલા મુસાફરો અને ભિક્ષુકો સાથે મારામારી કરી હતી.

અનેક મુસાફરો બસની રાહ જોઈને ઉભા ત્યારે જ લુખ્ખાગીરી કરવા આવેલા ત્રણ શખ્સોએ પોતાનું મોટરસાયકલ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ પર ચડાવી દીધું હતું અને ઊંઘી રહેલા કેટલા મુસાફરો સાથે મારામારી અને ગેરવર્તન કર્યું હતું.

આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. આ ઘટના બાદ હવે પોલીસ પણ કડક પગલાં લે અને કાયદાનું ભાન કરાવે એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે, હાલ લુખ્ખાગીરીનો વાઈરલ થઈ રહેલો વીડિયો શહેરીજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.