જામનગર: બેડેશ્વરમાં મામા-ભાણેજ પર હથોડી વડે હુમલો કરી માથા ફોડી નાખતા બે શખ્સો

જામનગર શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં બાઈક સવાર મામા ભાણેજને આંતરી લઇ બે સખ્સોએ હથોડી વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ઘાયલ પૈકીના એક યુવાનના ભાઈ સાથે આરોપીઓને થયેલ ઝઘડાને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે આ જ બનાવ અંગે સામે પક્ષે ચાર સખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે જેમાં પિતા પુત્ર સહીત ત્રણને ઈજા પહોચી હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે બંને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ગરીબનગર પાણાખાણ અછીલા ઓઇલ મીલની સામે રહેતા અબ્દુલમુનાફ હુશેનભાઇ ચંગડા નામના યુવાન તેના મામા સબીર ઓસમાણને બાઈક પાછળ બેસાડી બપોરે બેડેશ્વ્રર વિસ્તારમાં મંગુભાઇ ભજીયાવાળાની દુકાન પાસેથી પસાર થતા હતા ત્યારે ઓસમાણભાઇ અને કાસમ નામના બે સખ્સોએ આંતરી લીધો હતા. અમારે હુસેન સાથે ઝઘડો થયેલ છે તેનું ઉપરાણું કેમ લ્યો છો ? એમ કહી બાઈક પર જતા મામા ભાણેજને રોકાવી હથોડી વડે હુમલો કર્યો હતો.

દરમિયાન વચ્ચે પડેલા અબ્દુલભાઈને પણ હથોડીના ઘા માથાના ભાગે હથોડી મારી ઈજા પહોચાડી હતી. દરમિયાન સબીરભાઈના બે ભાઈઓ સ્થળ પર આવી પહોચતા બંને આરોપીઓ નાશી ગયા હતા અને ઘાયલ યુવાનોને હોસ્પિટલ લઇ જવાયા હતા. આ બનાવ અંગે અબ્દુલભાઈએ સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં નોંધાવી હતી જેમાં સપ્તાહ પૂર્વે આરોપીઓને તેના મામા હુસેન સાથે ગટર કાઢવા બાબતે ઝઘડો થયો હતો આ કેસમાં અબ્દુલ જામીન તરીકે રહ્યો હતો જેને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્શીપ ફરિયાદમાં લગાવાયો છે.

આ જ બનાવ અંગે સામા પક્ષે ઓસમાણભાઇ હુશેનભાઇ કુગળાએ સબીરભાઇ, મુનાફભાઇ, મકુલ તથા રફીક સામે આઈપીસી કલમ 324,323,504,114,તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી સબીરે ભુડી ગાળો આપી ઝાપટ મારી પોતાના પાસે રહેલ હથોડીના બે ઘા મારી ઇજા પહોચાડી તેમજ કાસમને હાથ વડે ઠોસા મારી, આરોપી મુનાફે ઓસમાણના પુત્ર મોહીનને જમણા હાથની કોણીમાં હથોડી મારી મુઢ ઇજા, અને અન્ય બે આરોપીઓએ ઓસમાણભાઈ પર લાકડીના ધોકા હુમલો કરી આડેધડ ઘા કરી બન્ને હાથમાં તથા વાસામાં તથા પગમાં મુઢ મુઢ ઇજાઓ પહોચાડી હોવાનો આરોપ લગાવાયો છે.