Abtak Media Google News

બેંકમાં રહેલા ગાર્ડની ચેકીંગ અને તાલીમાર્થી જવાનોની સુવિધામાં બેદરકારી દાખવતા એસપીએ કરી કાર્યવાહી

જામનગર પોલીસ આલમમાં ફરજમા બેદરકારી દાખવતા કર્મચારીઓ સામે એસપી આકરા પાણીએ થયા છે. એસપી પ્રેમસુખ ડેલુંએ જામનગર પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પીઆઈ અને કોન્સ્ટેબલને ફરજમાં બેદરકારી બદલ એસ.પી.દ્વારા સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે પોલીસ લાઈનમાં આવાસના કામમાં ગેરરીતિ તેમજ અન્ય અદેશોને ઘોળીને પી જવા બદલ પોલીસ કર્મચારી અને અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવતા બેદરકાર કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જામનગર પોલીસ હેડ કવાર્ટરમાં રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જી.એસ.પુવાર અને પોલીસ કોન્સ્ટેબલ ગીતેશ કરથીયાને સસ્પેન્ડ કર્યા છે.હેડ કવાર્ટરમાં પોલીસ આવાસોના ચાલતા કામોમાં ગેરરીતીમાં બન્નેની સંડોવણી ખુલી હતી. વધુમા શહેરની બેંકોમાં ફરજ ઉપર રહેલા ગાર્ડના ચેકીંગમાં અને પોલીસ હેડ કવાર્ટરમાં રહેલા તાલીમાર્થી જવાનોની સુવિધાની ફરજમાં બેદરકારી દાખવવા સબબ સસ્પેન્ડ કરવાનો કરાયો હતો. નોંધનીય છે કે આકરી કાર્યવાહી બાદ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વધુ તપાસ પણ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.