- વિભાપર માં જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌ સેવા અને લોક જાગૃતિનો મહાયજ્ઞ, “ગૌધુલી મહાસંગ્રામ ૨૦૨૫″નું આયોજન
- લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક કિરણબેન ગજેરા, લોક સાહિત્યકાર રાજદાન ગઢવી અને ઉસ્તાદ સુરેશ પટેલ કલા રજૂ કરશે
જામનગરના વિભાપર ગામે જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગુરુવારે તા ૬.૩.૨૦૨૫ ના રોજ ગૌધુલી મહાસંગ્રામ- 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌ સેવા અને લોક જાગૃતિ ફેલાવવાનો છે, જેમાં મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ગૌશાળામાં નિરાધાર, લુલી, લંગડી, અંધ-અપંગ, અકસ્માત ગ્રસ્ત 800 થી વધુ ગાયોની સારવાર કરવામાં આવે છે. આ ગૌશાળાને જીવદયાના હેતુસર સર્વે ધર્મપ્રેમીઓને તન-મન-ધનથી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.કાર્યક્રમની શરૂઆત આવતીકાલે સવારે 5 વાગ્યે પંચકુંડી યજ્ઞથી થશે, ત્યારબાદ બપોરે ૩.૦૦ વાગ્યે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે રાત્રે 9 વાગ્યે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, ભજનીક કિરણબેન ગજેરા, લોકસાહિત્યકાર રાજદાન ગઢવી અને ઉસ્તાદ સુરેશ પટેલ જેવા કલાકારો પરફોર્મ કરશે.આ કાર્યક્રમમાં સંત મહંતશ્રી ઉમેશગીરી બાપુ, હરીપર (પ્યાવા) આશ્રમ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો પૂનમ માડમ (સાંસદ સભ્ય, જામનગર), રાઘવજી પટેલ (ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી કેબિનેટ), આર. સી. ફળદુ (પૂર્વ કેબિનેટ મંત્રી), દિવ્યેશ અકબરી (79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, જામનગર), રીવાબા જાડેજા (78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, જામનગર), રમેશ મુંગરા (જામનગર જીલ્લા અધ્યક્ષ), ડો.વિમલ કગથરા (જામનગર શહેર અધ્યક્ષ), ચંદ્રેશ પટેલ (પૂર્વ સાંસદ જામનગર), ધર્મેન્દ્રસીહ (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય), મનસુખ રાબડિયા (પ્રમુખ લેઉવા પટેલ સમાજ જામનગર), જીતુ લાલ (અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ), ઉમેશકુમાર જૈન (સેન્ચ્યુરી કેમીકલ્સ મીઠાપુર), પી. બી. વસોયા (પૂર્વ જીલ્લા અધ્યક્ષ) અને દિનેશ ડાંગરીયા (જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસીએશન પ્રમુખ) ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સેવાના સહયોગીઓ રાજુ રસોયા (માલધારી કેટરર્સ), શ્રીનાથજી લાઈટીંગ, પરેશ દોમડીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), ભગવતી જનરેટર હરભોલે મંડપ સર્વિસ, ચેતન પટેલ (પુજા સાઉન્ડ), ભારત મીનરલ વોટર (અમીતભાઈ), ચિંતન દોમડીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), છગન પટેલ (ઈલેક્ટ્રીક ફીટીંગ), રસીક પીપરીયા (ઈલેક્ટ્રીક ફીટીંગ), પ્રકાશ કાનાણી (ઈલેક્ટ્રીક ફીટીંગ) અને હર્ષ અજાણી (ઈલેક્ટ્રીક ફીટીંગ) છે. બેન્ડ પાર્ટી માટે યોમીન દોમડીયા, પ્રશાંત પાંભર, સાવન ચોવટીયા અને જલપેશ સંઘાણી સેવા આપી રહ્યા છે.
દાન આપવા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, વિભાપર બ્રાન્ચ, જામનગરના એકાઉન્ટ નંબર 510101002852021 અને IFSC કોડ UBIN0915696 પર સંપર્ક કરી શકાય છે. આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમી ભાઈ-બહેનોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
અહેવાલ: સાગર સંઘાણી