Abtak Media Google News

સમાજ એક નહીં થવા દે તેના ડરથી સજોડે જીવન ટૂંકાવ્યું : ચૂંટણી કાર્ડ પરથી મૃતકોની ઓળખ મળી

જામનગરથી ભાગીને આવેલા પ્રેમીયુગલે રાજકોટના આજી ડેમમાં પડતું મૂકી આપઘાત કરી લીધો છે. બુધવારે સાંજે આજી ડેમમાં એક યુવકની લાશ તરતી હોવાની જાણ થતા ફાયરબ્રિગેડ અને આજી ડેમ પોલીસ દોડી થઈ હતી. અને ફાયરબ્રિગેડના જવાનોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતકના ખિસ્સા તપાસતા તેમાંથી ચૂંટણીકાર્ડ મળી આવ્યું હતું. જેથી તેની ઓળખ મળી હતી બાદ ગઈકાલે આજી નદી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને પ્રેમી પ્રેમિકા હોવાનું અને સમાજ એક નહીં થવા દે તે ડરથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વિગતો મુજબ ગઈકાલે આજીડેમ પોલીસને આજી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો જેની તપાસ કરતા મૃતક કિરણભાઈ કમલેશભાઇ પારિયા (ઉ.વ.25) તે જામનગરના ગણેશનગરનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ રાજકોટ દોડી આવ્યા હતા. પૂછપરછમાં યુવક બે ભાઇમાં નાનો હતો. અપરિણીત કિરણ જામનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખામાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો.તે પૂનમ સાથે બે દિવસ પહેલા જામનગરથી ભાગ્યા હોવાનું જણાવ્યું હતું. હજુ પોલીસ પૂનમ અંગેની વિગત મેળવે તે સમયે ગુરુવારે કિરણની લાશ મળી હતી તે જ સ્થળેથી યુવતીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસ તપાસમાં પૂનમ ઘનશ્યામભાઇ પ્રીતમાણી (ઉ.વ.17) હોવાનું અને તે જામનગરના રણજિતસાગર રોડ, નવી સાધનામાં રહેતી હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસે તરુણીના પરિવારજનોને જાણ કરી રાજકોટ બોલાવ્યા હતા. પરિવારજનોએ તેમની પુત્રી હોવાનું અને તે કિરણ સાથે બે દિવસ પહેલા જામનગરથી ભાગ્યા હોવાનું જણાવ્યું હતું.કિરણ અને પૂનમ વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ હોવાનું પરિવારજનોની પૂછતાછમાં જાણવા મળ્યું છે, પ્રેમી પંખીડાઓને સમાજ એક નહીં થવા દે અને લગ્ન માટે જ્ઞાતિ નો પ્રશ્ન આવશે જે ડરથી તેને જામનગર થી રાજકોટ આવી આજીડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.