પ્રેમીને પામવા જનેતાએ નવજાત પુત્રને દુધમાં ઝેરી ભેરવી પીવડાવ્યું, જાણો ક્યા બની આ ઘટના

pathan-collects-near-a-young-man-in-rajkot-land-of-interest
pathan-collects-near-a-young-man-in-rajkot-land-of-interest

બાળકના પિતાએ ગોંડલ પોલીસમાં અરજી કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો 

ગોંડલના ભગવતપરા વિસ્તારની પરિણીતા રિસામણે પિયર આવ્યા બાદ પ્રથમ પ્રેમીને પામવા પોતાના પાંચ માસના બાળકને ઝેરી ટિકડા ખવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનું અરજીના આધારે પોલીસે ઘટ્ટસ્ફોટ કરી બારોબાર દફનાવી દીધેલા બાળકનો મૃતદેહ પોલીસે બહાર કઢાવી પોસ્ટમોટમ કરાવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડાડુંગર વિસ્તારની અમીશા અને ગોંડલના ભગવતપરા વિસ્તારના હિતેશ સાથે પ્રેમ સંબંધ બંધાતા થોડા સમય પૂર્વે હિતેશ સાથે રહેવા જતી રહી હતી તે દરમિયાન તેને પાંચ માસ પૂર્વે એક બાળકને જન્મ આપ્યો હતો.

અમીશા અને હિતેશ વચ્ચે મનદુ:ખ થતા અમીશા માંડાડુંગર વિસ્તારમાં પિયર આવી ગઇ હતી ત્યાં પાડોશમાં રહેતા મુન્નો નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ રજીસ્ટર લગ્ન કરવાનું નક્કી કરતા મુન્નાએ હિતેશના બાળકને સાચવવાની ના કહેતા અમીશાએ તેની હત્યા કરવાનો પ્લાન બનાવી મુન્ના પાસે ઝેરી ટિકડા મગાવતા મુન્નો ઝેરી ટિકડા લાવતા પાંચ માસના બાળકને દુધ સાથે ઝેરી ટિકડા મીલાવી પીવડાવી દીધુ હતું.

બેભાન બનેલા બાળક બીમારી હોવાનું જણાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જયા તેનું મૃત્યુ નીપજયાનું જાહેર કર્યુ હતું. બાળક મુન્નાની સાથે જઇ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં લઇ જઇ દફનાવી દીધું હતું. અમીશા તેના પ્રેમી મુન્ના સાથે રજીસ્ટર લગ્ન કર્યાની અને બાળક તેની પાસે ન હોવાની અમીશાના પ્રથમ પ્રેમી હિતેશને થતા તેને ગોંડલ પોલીસમાં અરજી આપી પોતાના બાળકની અમીશા અને તેના પ્રેમી મુન્નાએ હત્યા કર્યાની ચોકાવનારી વિગતો જાહેર કરતા ગોંડલ પોલીસે ભગવતપરા વિસ્તારમાં દફનાવેલી લાશને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલી દીધી છે.

પાંચ માસના બાળકની હત્યા રાજકોટમાં થઇ હોવાથી આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. ચાવડા સહિતના સ્ટાફે સંભાળી અમીશા અને મુન્નાની શોધખોળ હાથધરી છે.