Abtak Media Google News

છેલ્લી ઘડી સુધી નેતાઓ મતદારોના સંપર્કમાં ખેડુત વિભાગની 10 બેઠકોએ ર8 – વેપારી વિભાગની 4 બેઠક માટે 8 મુરતીયાઓ મેદાને

સૌરાષ્ટ્રના સરકારી ક્ષેત્રમાં ભરો મહત્વની ગણાતી જસદણ માકેટીંગ યાર્ડની ચુંટણીનું આજે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહના વાતાવરણમાં મતદાન શરુ થયું હતું.

Img 20220602 Wa0006

બે દિવસથી ઉમેદવારો મતદારોના છેલ્લી ઘડી સુધીના સંપર્કમાં રહ્યા હતા. જો કે મતદારોના ઉત્સાહથી કેટલાંક ઉમેદવારોની અકળામણ દેખાઇ રહી છે.

Img 20220602 Wa0001

જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત વિભાગની દશ બેઠકો તેમજ વેપારી વિભાગની ચાર બેઠકો મળી કુલ 14 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 28 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે વેપારી વિભાગની ચાર બેઠકો માટે 8 ઉમેદવારો મેદાનમાં છે. જસદણ તાલુકાની વિવિધ મંડળીની વ્યવસ્થાપક સમિતિના સભ્યો મળીને ખેડૂત વિભાગ માટે કુલ 376 મતદારો નોંધાયેલા છે. જ્યારે વેપારી વિભાગ માટે કુલ 119 મતદારો નોંધાયેલા છે. ખેડૂત વિભાગમાં વાલજીભાઈ ટપુભાઈ એંધાણી, ચંદુભાઇ પરશોત્તમભાઈ કડવાણી, ચિરાગભાઈ નિતેશભાઇ કાકડીયા, પ્રાગજીભાઈ દેહાભાઈ કુકડીયા, ધીરુભાઈ માધાભાઈ ખોખરીયા, સુરેશભાઈ હીરજીભાઈ ખોખરીયા, સુરેશભાઈ દાદાભાઈ ગીડા, પ્રવીણભાઈ વેલાભાઇ છાયાણી, ભરતભાઈ લાધાભાઇ છાયાણી, ધનજીભાઈ ડાયાભાઈ ઝાપડિયા, ભીખાભાઈ લાધાભાઈ ટાઢાણી, જેસીંગભાઇ મેરામભાઇ ડવ, ઝીણાભાઈ પુંજાભાઈ ડાભી, વિનુભાઈ જીવરાજભાઈ ધ, અશોકભાઈ  ઉનડભાઈ ધાધલ, વિનોદભાઈ વલ્લભભાઈ પદમાણી, રાજેશભાઈ લાધાભાઇ બોઘરા, ભરતભાઈ ભીખાભાઈ ભાલાળા, ભીખાભાઈ નાગજીભાઈ ભાલાળા, જયેશભાઈ હીરાભાઈ મિયાત્રા, સવાભાઈ ઠાકરશીભાઈ મેર, વલ્લભભાઈ મોહનભાઈ રાજપરા, ધીરુભાઈ બચુભાઈ રામાણી, છગનભાઇ મુળજીભાઇ શિંગાળા, ઘનશ્યામભાઈ ખોડાભાઈ સરીયા, હરજીભાઈ પુનાભાઈ સરીયા, સંજયભાઈ રવજીભાઈ હરખાણી, રમેશભાઈ લખમણભાઇ હિરપરા એમ કુલ 28 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જ્યારે વેપારી મત વિભાગમાં ગંગદાસભાઈ નાથાભાઈ કાકડીયા, અશોકભાઈ મહાદેવભાઈ ચાવ, મગનભાઈ માવજીભાઈ ઝાપડિયા, અશોકભાઈ રાણીગભાઈ ધાધલ, મહાવીરભાઈ ભુપતભાઈ ધાધલ, પ્રેમજીભાઈ અમરશીભાઈ રાજપરા, ભાવેશભાઈ કરસનભાઈ રાદડિયા અને લાલજીભાઈ વેરજીભાઈ રામાણી એમ કુલ 8 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જસદણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે અનેક ઉમેદવારો અને રસ હોય આ વખતે ખેડૂત વિભાગમાં ઉમેદવારોનો રાફડો ફાટયો છે આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન એ યોજાયા બાદ આવતીકાલે સવારે 9 માર્કેટિંગ યાર્ડ ખાતે મતગણતરી શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.