Abtak Media Google News

સામસામે પક્ષે ધોકાવાડી કરતા છ શખ્સો સામે નોંધાતો ગુનો: ચારની ધરપકડ

જસદણ તાલુકાના લાખાવડ ગામમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે મારામારી થતા કુલ ત્રણ લોકો ઘાયલ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ઇકો ગાડીને પથ્થર મારવા જેવી સામાન્ય બાબતે સામસામે મારામારીની ઘટના નોંધાઈ છે.પોલીસે મહિલા સહિત છ શખ્સોએ સામે ગુનો નોંધી ચાર આરોપીઓને દબોચી લીધા છે.

આ અંગેની પોલીસ માટે પ્રાપ્ત વિગત મુજબ જૂની લાખાવડ ગામે રહેતા ચંદુભાઈ દાનાભાઈ સરિયા એ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતે પોતાની પુત્રી જમાઈ અને માતા સાથે ઇકો ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે સામેવાળા મનુ ધનજી સરિયાએ ગાડીમાં પથ્થર મારતા જે બાબતે ટપારવા જતા મનુ ધનજી સરિયાએ માર માર્યાનો બનાવ સામે આવ્યો છે.

તો બીજી તરફ મનુભાઈ ધનજીભાઈ સરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતે પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે ચંદુ દાના સરિયા, રાજેશ ગોરધન પરમાર,શોભના સુખા મેવાલીયા અને જેન્તી માલકિયા નામના શખ્સે તમે અમારી ગાડીમાં પથ્થર કેમ માર્યો તેમ કહી લાકડી વડે તૂટી પડ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.