Abtak Media Google News

ભાજપના મોવડીઓ અને તંત્ર સંકલન કરી આ જગ્યાએ શોપીંગ સેન્ટર બનાવે તો પ્રજાને લાભ થઈ શકે

જસદણમાં નગર સેવકોએ અતિ કિંમતી જમીન પારેવાનો ઓટો પાડવા ન પાહવા અંગે સોશ્યલ મિડિયા ગજવ્યું છે જેમાં ગેરરીતિ કરવા અંગે પણ આક્ષેપ થયો છે. હાલ સોશ્યલ મીડીયામાં પારેવાનો ઓટો પાડવાની વાતને લઈ સભ્યો નોખી નોખી વાતો કરીરહ્યા છે. પણ જમીનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આ રકમમાંથી શહેરમાં આધુનિક ૨૦ ચબુતરાનું નિર્માણ થઈ શકે શહેરનાં આદમજી રોડ પર વર્ષો જુનો પારેવાનો ઓટો આવેલો છે. આ પારેવાના ઓટોમાં અત્યારે એકપણ કબુતર ચણવા માટે આવતું નથી જો આ જગ્યામાં પાલીકા મંજૂરી લઈ શોપીંગ સેન્ટર ઉભુ કરે તો પાંચ કરોડ રૂપીયા જેટલી આવક થઈ શકે એમ છે. અને લોકોને રોજગારી પણ મળે પરંતુ હાલ ખુદ ભાજપના સભ્યો અંદરો અંદર બાખડી રહ્યા છે. એક કહે છે પારેવાનો ઓટો પાછળની દુકાનોને લાભ થાય એટલે તોડી નાખવા ઠરાવ કરવામાં આવ્યો છે. બીજો નગર સેવક કહે છે કે ઓટાને આધુનિક સ્વરૂપ આપવા માટે એક સંસ્થા કાર્યરત છે.પણ ઓટો અંગે ભાજપના મોવડીઓ અને તંત્ર સંકલન કરી શોપીંગ સેન્ટર બનાવે એ ભવિષ્યમાં જસદણની પ્રજાને લાભ થઈ શકે છે.જસદણ હજુ પાયાની સુવિધાથી વંચિત છે. કેટલાય પ્રશ્ર્નો ઉકેલાયા નથી જસદણની ચારેય દિશામાં નગરપાલીકાની જગ્યાઓ કરોડો રૂપીયાની ભુમાફીયાઓનાં કબ્જામાં છે. ભુમાફીયાઓ વર્ષે દહાડે એમાંથી લાખો રૂપીયાની આવક મેળવે છે.હાલ પાલીકાના વડા ચીફ ઓફીસર બધા કામો મુલતવી રાખી જસદણમાં ગેરકાયદે શોપીંગ દુકાનો મકાનો અને નગરપાલીકાની કેટલી જગ્યા છે? અને દરેક વિસ્તારનાં ફેરીયાઓ લારીઓ વાળાને એક મેદાનમાં જગ્યા ફાળવે એવી માંગણી લોકોમાં થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.