જસદણ: પૂ. જલાબાપાના સહધર્મ ચારિણી વીરબાઈ માતાની કાલે ૧૪૨મી પૂણ્યતિથિ

આખા વિશ્વમાં એક માત્ર આટકોટમાં તેમનું મંદિર છે: ત્યાગ, તપસ્યા અને ધર્મપરાયણ નારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

સૌરાષ્ટ્રના સંત પૂ. જલારામ બાપાના સહધર્મચારિણી વીરબાઈમાતાની આવતીકાલે ૧૪૨મી પૂણ્યતિથિ છે. વિશ્વભરમાં એકમાત્ર આટકોટ ખાતે વીરબાઈમાતાનું મંદિર આવેલું છે. ત્યારે શ્રધ્ધાળુઓ વીરબાઈ માતાનાં ત્યાગ, તપસ્યા અને ધર્મપરાયણતાને યાદ કરીને ભાવાંજલી પાઠવશે.

માતુશ્રી વીરબાઈના ત્યાગ વિશે એમ કહેવાય કે, પૂ. જલાબાપા ત્યા આવેલા યાચકે તેમની પાસે વીરબાઈ માતાજીની માગણી કરી હતી. અને જલાબાપાએ તેમને કંઈ પણ પૂછયા વગર સેવાર્થે દાનમાં આપી દીધા હતા. તેમ છતાં માતા વીરબાઈએ જરા પણ વિરોધ નોંધાવ્યો નહતો અને પતિની આજ્ઞાને માથે ચડાવી ચાલી નીકળ્યા હતા. આવા ધર્મપરાયણ નારીની ફરજનિષ્ઠશ આજની મહિલાઓ માટેનું જવલંત ઉદાહરણ છે.

જસદણના આટકોટ ગામમાં વિશ્વમા એક માત્ર મંદિર આવેલ છે. આ મંદિરમાં વર્ષોથી ભૂખ્યાઓને ભોજન આપવામાંઆવે છે. તેમજ અખંડ રામધૂન ચાલે છે. ત્યારે પૂ. જલારામબાપાના પગલે પગલે ચાલનારા તેમના પત્ની વિરબાઈમાતાને શ્રધ્ધાળુઓ હૃદયપૂર્વક યાદ કરીને ભાવાંજલી પાઠવશે.