Abtak Media Google News

જસદણ શહેરને પાણી પુરુ પાડતાં આલણસાગર ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ભરવા માટે આજથી ટેસ્ટિંગ શરુ કરવામાં આવશે અને ટેસ્ટિંગ સફળ થયે પાંચ દિવસ બાદ આ ડેમ ભરવામાં આવશે.જસદણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ કે. બોઘરા ના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ જસદણ શહેરને પાણી પુરુ પાડતાં આલણ સાગર ડેમ માં પાણી ઠરાવવા માટે આવતીકાલ તારીખ 03-04-2021 ને શનિવારથી ટેસ્ટિંગ શરુ કરવામાં આવશે.

નિયમ મુજબની ટેસ્ટિંગ ની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેનો  રિપોર્ટ ઓકે આવ્યા બાદ પાંચ દિવસ બાદ આલણ સાગર ડેમને સૌની યોજના હેઠળના નર્મદાના પાણીથી ભરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2009 થી 2012 ની સાલ દરમિયાન જસદણના ધારાસભ્ય પદે ડો. ભરતભાઇ બોઘરા હતા ત્યારે તેમણે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને રજૂઆત કરીને જસદણ વિસ્તારને સૌની યોજના હેઠળ પાણી આપવાની માગણી કરતા સૌની યોજનામાં જસદણના આલણ સાગર ડેમ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સૌની યોજના હેઠળ જસદણ આલણસાગર ડેમ માં પાણી ભરવા માટે કામગીરી શરૂ થવાથી જસદણ પંથકના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. પાણી પ્રશ્ને સતત જાગૃત થઇને જસદણના આલણ સાગર ડેમમાં પાણી ભરવાની કામગીરી બદલ જસદણ વિસ્તારના લોકોએ પૂર્વ ધારાસભ્ય પડો. ભરતભાઇ બોઘરા ને અભિનંદન પાઠવ્યા છેે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.