શું બુમરાહે સાઉથની આ અભિનેત્રી સાથે લગ્ન કરવા માટે તો રજા નથી લીધી ને ?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સીરિઝના ત્રીજા મેચ બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)પાસેથી છુટ્ટી માંગી હતી. BCCIએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, બુમરાહ અંગત કારણોને લઈને ચોથી ટેસ્ટમાં મેચ નહીં રમી શકે. તેના થોડા સમય બાદ સમાચારો આવ્યા હતા કે, જસપ્રીત બુમરાહે લગ્ન માટેની તૈયારીઓ માટે છુટ્ટી લીધી છે અને બુમરાહ આ અઠવાડિયે લગ્ન કરવા જઈ રહ્યા છે.

BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે,બુમરાહ કોની સાથે લગ્ન કરશે તે હજુ સસ્પેન્સ છે.પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ અનુપમાં પરમેશ્વરની સાથે જસપ્રીત બુમરાહ લગ્ન કરી શકે છે.

જસપ્રીત બુમરાહની છુટ્ટીના થોડા દિવસો બોદ અનુપમાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને લખ્યું ‘હેપ્પી હોલીડે ટૂ મી’ તેની આ પોસ્ટ બાદથી લોકો કયાસ લગાવી રહ્યાં છે કે, બુમરાહ અને અનુપમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ બન્નેની ડેટના સમાચારો પહેલા પણ મીડિયામાં આવી ચુક્યા છે. પરંતુ બન્નેએ આને લઈને ક્યારેય ખુલાસો કર્યો નથી. બુમરાહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં રમી રહ્યા હતાં અને બીજા ટેસ્ટમાં તેમને આરામ આપવામાં આવ્યો હતો. ત્રીજા ટેસ્ટમાં માટે તેમણે ફરી ટીમમાં વાપસી થય હતી. બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટી-20 ઈન્ટરનેશન સીરીઝમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે.