Abtak Media Google News

અગાઉ જામકંડોરણામાં વડાપ્રધાનની જાહેરસભા વખતે જ ટિકિટનો સંકેત અપાઇ ગયો હતો, હવે મંત્રી મંડળમાં પણ સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ

જેતપુરમાં રાદડિયાને ટીકીટ મળી છે. તેઓએ 50 હજારની લીડથી જીતવાનો વિજય સંકલ્પ પણ જાહેર કર્યો છે. જો કે આ અગાઉ જામકંડોરણામાં વડાપ્રધાનની જાહેરસભા વખતે જ ટિકિટનો સંકેત અપાઇ ગયો હતો. હવે મંત્રી મંડળમાં પણ તેઓને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જેતપુર બેઠક રાદડિયા પરિવારનો ગઢ રહ્યો છે. જયેશભાઇ રાદડિયાએ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીની જામકંડોરણા સભામાં પોતાનું શક્તિ પ્રદર્શન રૂપી આયોજન પોતાના હાથમાં લઈને સૌને ચકિત કરી દીધા હતા. આ સમયે વડાપ્રધાને જયેશભાઇના માતાને કહી દીધું હતું કે તમે તબિયતનું ધ્યાન રાખજો, જયેશની જવાબદારી મારી છે. એટલે જયેશભાઈની ટીકીટ ત્યારે જ કનફોર્મ થઈ ગઈ હતી. બીજી તરફ આજે ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી તેમાં સત્તાવાર રીતે જયેશ રાદડિયાના નામની ઘોસણા કરી દીધી છે. બીજી તરફ નામની જાહેરાત થતા વેંત જ જયેશભાઇ રાદડિયાએ 50 હજારની લીડથી જીતવાનો વિજય સંકલ્પ પણ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી જયેશભાઇ રાદડિયાને હવે મંત્રી પદ અપાવે તો પણ નવાઈ નહિ.

ગોંડલમાં જાડેજા પરિવારનો દબદબો,સતત છઠ્ઠી વખત મળી ટિકિટ

Screenshot 4 7

ગોંડલ બેઠક ઉપર જાડેજા પરિવારનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપે સતત છઠ્ઠી વખત તેઓને ટીકીટ આપી છે. ત્યારે ભાજપે મુકેલા આ વિશ્વાસ બદલ ગીતાબા જાડેજાએ વિજય બની આ વિશ્વાસ ઉપર ખરા ઉતરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. જયરાજસિંહ જાડેજા પરિવારના ગીતાબા જાડેજાએ જણાવ્યું કે, ભાજપે છઠ્ઠી વખત અમારા ઉપર વિશ્વાસ કરીને મને વિધાનસભાની ટિકિટ આપી છે ત્યારે હું પક્ષનો આ વિશ્વાસ સાર્થક કરી બતાવીશ. હું વિધાનસભા ચૂંટણીમાં વિકાસના મુદ્દા સાથે ઉતરીશ. ભાજપના શાસનમાં ગોંડલની અંદર રોડ-રસ્તા, પાણી, ફિલ્ટર પ્લાન્ટ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આમ તો ગોંડલ બેઠક ઉપર દરેક ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ હોવાનું કહેવાઈ રહ્યું હોય છે પરંતુ જીત હંમેશા ભાજપની જ થતી આવી છે. આ વખતે પણ અહીંની જનતા ભાજપને ખોબલે ખોબલે મત આપનાર હોવાથી મારી 25,000થી વધુ મતની લીડથી જીત નિશ્ચિત છે.

જસદણ બેઠક બાવળિયાનો ગઢ, ફરી એકવાર પુરવાર થયું

15 1

જસદણ બેઠક ઉપરથી કુંવરજી બાવળિયાને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે તેમણે ભાજપ હાઇકમાન્ડનો આભાર માન્યો હતો અને જંગી બહુમતી સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બુધવારે પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ અને વિંછીયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠક શરૂ કરી દીધી હતી. જેમાં તેઓ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને જીત માટેના સમીકરણોની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જો કે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.