Abtak Media Google News

ઉપપ્રમુખ તરીકે ઇરફાનભાઇ ટકીની વરણી

ધ્રોલ નગરપાલિકાના અઢી વર્ષ નો સમય પૂરો થતાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના જુના અને પીઢ કાર્યકર અને સતવાર સમાજ ના આગેવાન એવા મનસુખભાઇ પરમારના ધર્મ પત્ની જયશ્રીબેન પરમારને નગરપાલિકાના પ્રમુખ તરીખે વરણી કરવા માં આવેલ અને ઈરફાન ભાઈ ટકીની ઉપ. પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ જેઓ બિન હરીફ ચૂંટાય આવેલ તે બદલ બંને ને ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા હૃદય પૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે ગોવિંદભાઇ દલસણીયાની કારોબારીના અધ્યક્ષ સવિતાબેન વરુને શાસક પક્ષ ના નેતા અને શાંતુંબા જાડેજાની દંડક તરીકેની વરણી કરવામાં આવી હતી.

આ વરણીની પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીના શિસ્ત બંધ કાર્યકર્તા દ્વારા ધ્રોલ શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી અને ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા સહિત હાજર રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.